Gujarat Budget 2025: દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ ઊભું કરાશે

Feb 20, 2025 - 15:00
Gujarat Budget 2025: દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ ઊભું કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત બજેટમાં માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹362 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહે તે ઉદ્દેશ સાથે “મારી યોજના” પોર્ટલનું સુશાસન દિવસ-20214ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્ય સરકારની પ્રજાલક્ષી 680 જેટલી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

‘ડિજિટલ ડિસ્પ્લે કમ એક્ઝિબિશન’

સરકારની વિવિધ યોજનાઓની માહિતી, તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ, ડી.ડી.ઓ કચેરીઓ તથા મહાનગરપાલિકા કચેરીઓ ખાતે ‘ડિજિટલ ડિસ્પ્લે કમ એક્ઝિબિશન’થી મૂકવા ₹22 કરોડની જોગવાઇ હાથ ધરવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના વ્યકિત સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડવા દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

વિધાનસભા સત્રના બીજા દિવસે, ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈએ બજેટ રજૂ કર્યુ હતુ. વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાયુ છે. નાણામંત્રી કનુ દેસાઇએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યુ હતુ. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ દેવવ્રતના ભાષણથી શરૂ થયુ હતુ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા કહ્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0