Gujarat Budget 2025 : ગુજરાતીઓને ડિપોર્ટ કરવા મુદ્દે કોંગ્રેસનો વિધાનસભા પરિસરમાં વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત વિધાનસભામાં આજે બજેટસત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે સત્તા પક્ષ સામે દેખાવો કર્યો છે. વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો કર્યો છે અને આક્રમક અંદાજમાં દેખાવો કર્યો છે,ગુજરાતીઓને અમેરિકાથી હથકડી પહેરાવીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેને લઈ કોંગ્રેસ વિરોધ કર્યો છે,તો કોંગ્રેસના નેતાઓઓએ પોસ્ટર પણ પહેર્યુ છે અને વિધાનસભા પરિસરમાં વિરોધ કર્યો છે.
વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનો આક્રમક અંદાજ
ગુજરાતીઓને હથકડી સાથે ડિપોર્ટ કરવાના મામેલ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે,આજે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે અને તેની પહેલા કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો છે,રાજકોટ હોસ્પિટલના CCTV કાંડ,ભરતી કૌભાંડ સહિતના મુદે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ગૃહમાં ઘેરતા પહેલા કોંગ્રેસે દેખાવો કર્યો છે.આ મામલે વિપક્ષના નેતા અમિત ચાવડાનું કહેવું છે કે,આતંકવાદીઓને જેમ ભારતીયોને બેડીઓ પહેરાવી છે અને અમાનવીય વર્તન સાથે ભારત પર મોકલ્યા છે,તો કોલંબિયાના પ્રમુખ તેમના દેશવાસીઓને સ્વમાન સાથે લાવ્યા છે.
આજથી વિધાનસભાનું સત્ર થયું શરૂ
આજથી બપોરે 12 વાગ્યે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થયો છે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ,કડીના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકી સહીત પૂર્વ ધારાસભ્યોને શ્રધાંજલિ અપાઈ છે.ગાંધીનગર પોલીસ દ્વારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે 6 ડીવાયએસપી, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 સબ ઇન્સ્પેક્ટર તેમજ 660થી વધુ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે.
What's Your Reaction?






