Gujarat Breaking News : ભારે વરસાદને કારણે નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા હાલ પૂરતી સ્થગિત કરાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી ગુરૂવારથી પ્રારંભ થયો છે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમા 18 એપ્રિલે પૂર્ણ થશે. પરંતુ ગુજરાતમાં 21 માર્ચ સુધી ભારે વરસાદની આગાહીને કારણે આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. આજે રાજ્યમાં થયેલા વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે પવન અને વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે આ પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પરિક્રમા કરનારાને સલામત સ્થળે ખસેડાયા
ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને જોતાં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. હંગામી પુલ પરથી પરિક્રમાવાસીઓની અવરજવરને વાવાઝોડાને કારણે બંધ કરવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે તેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેંગણ ઘાટ ખાતે હાલ પૂરતી બોટ પણ આવતીકાલે સવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, અમદાવાદ-સુરતમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટો સાથે 6ની ધરપકડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

