Gujarat BJP: નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો
નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં સુનિલ પટેલને ધારીખેડા સુગરના ડિરેક્ટર પદેથી હટાવ્યા છે. તેમજ સહકારી ક્ષેત્રમાં સુગરમાં પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. નારાજગી વ્યક્ત કરી મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે. ગાંધીનગરથી આવેલા નિર્ણયને સાંસદે ખોટો ગણાવ્યો છે. તેમાં સાંસદ મનસુખ વસાવાએ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. નારાજ થઈને મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે મનસુખ વસાવાએ જણાવ્યું છે કે સ્થાનિક કક્ષાએથી કોઈને વિશ્વાસમાં નથી લેવાયા. મહેશ વસાવાને હટાવ્યા છે એ ખોટું થયું છે. નારાજ થઈને મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે. ચૂંટણીઓમાં પક્ષને નુકસાન થઈ શકે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સાથે સાથે સહકાર વિભાગની પણ ચૂંટણીઓ આવવાના છે ત્યારે અત્યારથી જ ભાજપમાં તેને લઈને અંદરો અંદરના ડખા સપાટી પર આવતા જાય છે અને આ ડખાને આગમાં ઘી આપવાનું કામ તાજેતરમાં બનેલી ઘટનાએ કર્યું છે. તાજેતરમાં જ ધારીખેડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયલ ડિરેક્ટર બનેલા સુનિલ પટેલને હટાવ્યા હતા સાથે સાથે ઝઘડિયા વિસ્તારના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવ્યા હતા.સ્થાનિક કક્ષાને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરથી આજે નિર્ણય થયા આ બંને ઘટનાને લઈને એક સમયે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં ભાજપમાં આવેલા મહેશ વસાવા નારાજગી વ્યક્ત કરે છે અને મહેશ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા ભરૂચ દુધારા ડેરીના ડિરેક્ટર પદેથી રાજીનામ આપ્યું છે. મહેશ વસાવા ભૂતકાળમાં ડેરીના ડેપ્યુટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. ત્યારે મહેશ વસાવાના રાજીનામાને લઈને સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સ્થાનિક કક્ષાને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરથી આજે નિર્ણય રહ્યા છે એ ગેરવ્યાજબી છે અને આવા નિર્ણયના કારણે પક્ષને પણ સહકાર ક્ષેત્રમાં નુકસાન થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું હતું કે આ જાણી જોઈને કોઈ કરી રહ્યું છે તેમ કહીને તેમને અંદરના અંદર ડખાને સપાટી પર છે તેમ કહ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં સુનિલ પટેલને ધારીખેડા સુગરના ડિરેક્ટર પદેથી હટાવ્યા છે. તેમજ સહકારી ક્ષેત્રમાં સુગરમાં પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. નારાજગી વ્યક્ત કરી મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે. ગાંધીનગરથી આવેલા નિર્ણયને સાંસદે ખોટો ગણાવ્યો છે. તેમાં સાંસદ મનસુખ વસાવાએ નિર્ણયને ખોટો ગણાવ્યો છે.
નારાજ થઈને મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે
મનસુખ વસાવાએ જણાવ્યું છે કે સ્થાનિક કક્ષાએથી કોઈને વિશ્વાસમાં નથી લેવાયા. મહેશ વસાવાને હટાવ્યા છે એ ખોટું થયું છે. નારાજ થઈને મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે. ચૂંટણીઓમાં પક્ષને નુકસાન થઈ શકે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સાથે સાથે સહકાર વિભાગની પણ ચૂંટણીઓ આવવાના છે ત્યારે અત્યારથી જ ભાજપમાં તેને લઈને અંદરો અંદરના ડખા સપાટી પર આવતા જાય છે અને આ ડખાને આગમાં ઘી આપવાનું કામ તાજેતરમાં બનેલી ઘટનાએ કર્યું છે. તાજેતરમાં જ ધારીખેડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયલ ડિરેક્ટર બનેલા સુનિલ પટેલને હટાવ્યા હતા સાથે સાથે ઝઘડિયા વિસ્તારના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવ્યા હતા.
સ્થાનિક કક્ષાને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરથી આજે નિર્ણય થયા
આ બંને ઘટનાને લઈને એક સમયે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં ભાજપમાં આવેલા મહેશ વસાવા નારાજગી વ્યક્ત કરે છે અને મહેશ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા ભરૂચ દુધારા ડેરીના ડિરેક્ટર પદેથી રાજીનામ આપ્યું છે. મહેશ વસાવા ભૂતકાળમાં ડેરીના ડેપ્યુટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. ત્યારે મહેશ વસાવાના રાજીનામાને લઈને સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સ્થાનિક કક્ષાને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરથી આજે નિર્ણય રહ્યા છે એ ગેરવ્યાજબી છે અને આવા નિર્ણયના કારણે પક્ષને પણ સહકાર ક્ષેત્રમાં નુકસાન થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું હતું કે આ જાણી જોઈને કોઈ કરી રહ્યું છે તેમ કહીને તેમને અંદરના અંદર ડખાને સપાટી પર છે તેમ કહ્યું હતું.