Bharuch: પાલેજ ગામમાં સબ સ્ટેશનમાંથી પાણી નિકાલ કરવા તંત્રએ આપી સૂચના

ભરૂચના પાલેજ ગામે આવેલા 66 કેવી સબ સ્ટેશન વરસાદી પાણીમાં ગરકાવ થયાના સમાચારનો અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રકાશિત થયા બાદ ઉચ્ચ અધિકારી દોડતા થયા છે અને ભરૂચ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ પાલેજ ખાતે દોડી આવ્યા છે.ગ્રામ પંચાયત અને પાલેજ GIDCને સાફસફાઈ કરવાની આપી સૂચના ભરૂચ પ્રાંત અધિકારી અને મામલતદારે તાત્કાલિન સમસ્યા હલ કરવાની ગ્રામ પંચાયત અને પાલેજ GIDCને સૂચના આપી છે. આ સાથે જ કાંસમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપોની સાફસફાઈ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અંદાજીત 70 ગામને આ સબ સ્ટેશનમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે. દીવાલ પર સીડી મૂકી લાઈટબીલ ભરવા માટે લોકો મજબૂર બન્યા હતા ત્યારે આ સબ સ્ટેશનમાં પાણી ભરાતા કાચની દીવાલ ઉપર સીડી મૂકીને લાઈટ બીલ ભરવા જવા ગ્રાહકો મજબૂર બન્યા હતા અને આ અંગેનો સમગ્ર અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રકાશિત થયા બાદ તંત્ર દોડતું થયું છે અને આ મામલે કામગીરી કરવામાં આવી રહી છે. સંદેશ ન્યુઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને રિયાલિટી ચેક કર્યું તમને જણાવી દઈએ કે પાલેજ ગામની ડીજીવીસીએલ કચેરીથી આસપાસના 70 જેટલા ગામોને વીજળી પૂરી પાડવામાં આવે છે અને આ જ એક સ્થળ પર લોકો બિલ ભરવા માટે અવર-જવર પણ કરતા હોય છે, ત્યારે પાણી ભરાવવાની સમસ્યાને લઈને જ્યારે સંદેશ ન્યુઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને રિયાલિટી ચેક કર્યું હતું તો સામે આવ્યું કે આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે અને લોકો દિવાલ કૂદીને કચેરીમાં આવવા માટે મજબૂર બન્યા છે અને દિવાલની ઉપર કાચ લગાવેલા છે, જેના કારણે બિલ ભરવા માટે આવતા લોકોના પગમાં ઘણી વખત કાચ પણ વાગે છે અને એમને મોટી ઈજાઓ પણ પહોંચે છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગ્રાહકોમાં મોટી ઉંમરના વડીલો પણ લાઈટ બીલ ભરવા માટે આવે છે, તેમને પણ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે. લોકોને ઈજાઓ પહોંચે તો જવાબદારી કોની? સંદેશ ન્યુઝના કેમેરામાં રિયાલિટી ચેક કરવામાં આવી તો જાણકારી સામે આવી કે લોકો જે સીડી મારફતે જઈ રહ્યા છે, તેની આસપાસ લોહીના નિશાન પણ જોવા મળ્યા છે એટલે સીધો મતલબ છે કે ગ્રાહકોને દિવાલ પર રહેલા કાચ પગમાં વાગેલા છે અને તેઓ લોહી લુહાણ પણ થયા છે, ત્યારે સવાલ એ છે કે જો કોઈને કમનસીબે દિવાલ પરથી પગ લપસી જાય અથવા તો કોટની ઉપર જ માણસ પડી જાય તો તેને ગંભીર ઈજાઓ પહોંચે તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો સવાલ છે. 

Bharuch: પાલેજ ગામમાં સબ સ્ટેશનમાંથી પાણી નિકાલ કરવા તંત્રએ આપી સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના પાલેજ ગામે આવેલા 66 કેવી સબ સ્ટેશન વરસાદી પાણીમાં ગરકાવ થયાના સમાચારનો અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રકાશિત થયા બાદ ઉચ્ચ અધિકારી દોડતા થયા છે અને ભરૂચ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ પાલેજ ખાતે દોડી આવ્યા છે.

ગ્રામ પંચાયત અને પાલેજ GIDCને સાફસફાઈ કરવાની આપી સૂચના

ભરૂચ પ્રાંત અધિકારી અને મામલતદારે તાત્કાલિન સમસ્યા હલ કરવાની ગ્રામ પંચાયત અને પાલેજ GIDCને સૂચના આપી છે. આ સાથે જ કાંસમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપોની સાફસફાઈ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અંદાજીત 70 ગામને આ સબ સ્ટેશનમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે.

દીવાલ પર સીડી મૂકી લાઈટબીલ ભરવા માટે લોકો મજબૂર બન્યા હતા

ત્યારે આ સબ સ્ટેશનમાં પાણી ભરાતા કાચની દીવાલ ઉપર સીડી મૂકીને લાઈટ બીલ ભરવા જવા ગ્રાહકો મજબૂર બન્યા હતા અને આ અંગેનો સમગ્ર અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રકાશિત થયા બાદ તંત્ર દોડતું થયું છે અને આ મામલે કામગીરી કરવામાં આવી રહી છે.

સંદેશ ન્યુઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને રિયાલિટી ચેક કર્યું

તમને જણાવી દઈએ કે પાલેજ ગામની ડીજીવીસીએલ કચેરીથી આસપાસના 70 જેટલા ગામોને વીજળી પૂરી પાડવામાં આવે છે અને આ જ એક સ્થળ પર લોકો બિલ ભરવા માટે અવર-જવર પણ કરતા હોય છે, ત્યારે પાણી ભરાવવાની સમસ્યાને લઈને જ્યારે સંદેશ ન્યુઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને રિયાલિટી ચેક કર્યું હતું તો સામે આવ્યું કે આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે અને લોકો દિવાલ કૂદીને કચેરીમાં આવવા માટે મજબૂર બન્યા છે અને દિવાલની ઉપર કાચ લગાવેલા છે, જેના કારણે બિલ ભરવા માટે આવતા લોકોના પગમાં ઘણી વખત કાચ પણ વાગે છે અને એમને મોટી ઈજાઓ પણ પહોંચે છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગ્રાહકોમાં મોટી ઉંમરના વડીલો પણ લાઈટ બીલ ભરવા માટે આવે છે, તેમને પણ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે.

લોકોને ઈજાઓ પહોંચે તો જવાબદારી કોની?

સંદેશ ન્યુઝના કેમેરામાં રિયાલિટી ચેક કરવામાં આવી તો જાણકારી સામે આવી કે લોકો જે સીડી મારફતે જઈ રહ્યા છે, તેની આસપાસ લોહીના નિશાન પણ જોવા મળ્યા છે એટલે સીધો મતલબ છે કે ગ્રાહકોને દિવાલ પર રહેલા કાચ પગમાં વાગેલા છે અને તેઓ લોહી લુહાણ પણ થયા છે, ત્યારે સવાલ એ છે કે જો કોઈને કમનસીબે દિવાલ પરથી પગ લપસી જાય અથવા તો કોટની ઉપર જ માણસ પડી જાય તો તેને ગંભીર ઈજાઓ પહોંચે તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો સવાલ છે.