Banaskanthaમાં મિત્રો સાથે લૂંટ કરનારા 5 આરોપીઓને પોલીસે દબોચ્યા, થયા મોટા ખુલાસા
ગુજરાતીમાં એક કહેવત છે કે મિત્ર એવો શોધવો જે ઢાળ સરીખો હોય સુખમાં પાછળ રહે પરંતુ દુઃખમાં આગળ હોય.પરંતુ મિત્ર જ મિત્રના દુઃખનું કારણ બને તો.આવી જ એક ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના થરા પંથકમાં.થરા પંથકના એક યુવકને તેના જ એક મિત્રએ લાલચ આપી બોલાવ્યો અને તે બાદ તેનું અપહરણ કરી તેને લૂંટી લીધો છે. શિહોરી પોલીસે ઉકેલ્યો ગુનો જો કે ઘટનાની જાણ શિહોરી પોલીસને થતા શિહોરી પોલીસએ ગણતરીના કલાકોમાં જ લૂંટારા મિત્ર સહીત 5 ને દબોચી લીધાને મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.બનાસકાંઠા જિલ્લાના થરા પંથકમાં મિત્રએ જ મિત્રનું અપહરણ કરી લૂંટી લીધાની ઘટના સામે આવી છે.થરા ખાતે રહેતા ભાવેશ રબારી નામના યુવક સાથે આ ઘટના ઘટી છે.થરાના ભાવેશ રબારીને તેના પાલનપુરના મિત્ર કિરણ ઠાકોરએ સોનુ સસ્તામાં લાવી આપવાની લાલચ આપી.અને મિત્રએ આપેલી લાલચમાં લલચાઇ જવુ ભાવેશને ભારે પડ્યું છે. મિત્રએ કર્યુ મિત્રનું અપહરણ ભાવેશ રબારીને તેના પાલનપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે 100 ગ્રામ સોનાનું બિસ્કીટ 5 લાખમાં લાવી આપવાની લાલચ આપી અને મિત્રની લાલચમાં લલચાઈ ભાવેશ સસ્તા ભાવેશ સોનું ખરીદવા તૈયાર થઈ ગયો.જો કે કિરણે ભાવેશને કહ્યું કે તારે સોનું લેવા આવવાનું નથી અમે તને થરા આપવા આવીએ છીએ જોકે કિરણ ભાવેશને સોનુ આપવા ચાર મિત્રોને સાથે રાખી પહોંચ્યો. અને પાંચ લાખ રૂપિયા લઇ સોનુ ભાવેશ સોનુ ખરીદવા મિત્ર પર વિશ્વાસ કરી પહોંચી ગયો પરંતુ સોનુ આપવા આવેલા કિરણ સહીતના શખ્સઓએ ભાવેશનું ગાડીમાં અપહરણ કરી દીધું. ભાવેશને ધમકી આપી ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી આ શખ્સઓ ભાવેશને અજાણ્યા રસ્તાઓ પર લઇ ગયા અને તે બાદ ભાવેશ પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂંટી લીધા અને તે બાદ ભાવેશને ગાડીમાંથી ફેંકી દીધો. લૂંટના આરોપીને ઝડપ્યા જોકે ભાવેશ સાથે બનેલી ઘટનાને લઇ ભાવેશ સિહોરી પોલીસ મથકે પહોંચી ગયો અને સમગ્ર ઘટનાની જાણ શિહોરી પોલીસને કરતા શિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશનું અપહરણ કરી લૂંટ કરનાર શખ્સઓની તપાસ હાથધરી અને ગણતરીના કલાકોમાં જ ભાવેશને લાલચ આપી તેની સાથે અપહરણ અને લૂંટ આચરનાર ભાવેશના મિત્ર પાલનપુરના કિરણ ઠાકોર,સહીત અપહરણ અને લૂંટ આચારનાર અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષ વાઘેલા, અમદાવાદના અર્જુન રણજીતસિંહ ઝાલા, અમદાવાદના પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી (દરબાર),પાલનપુરના વિકાશ મહેશ મકવાણાને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 4.97 લાખનો મુદ્દામાલ સહીત લૂંટમાં વપરાયેલી કાર તેમજ મોબાઈલ રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.જોકે મિત્ર જ મિત્રના અપહરણ અને લૂંટનું કારણ બનતા અત્યારે તો આ કિસ્સો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો લૂંટારા મિત્ર કિરણ ઠાકોર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતીમાં એક કહેવત છે કે મિત્ર એવો શોધવો જે ઢાળ સરીખો હોય સુખમાં પાછળ રહે પરંતુ દુઃખમાં આગળ હોય.પરંતુ મિત્ર જ મિત્રના દુઃખનું કારણ બને તો.આવી જ એક ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના થરા પંથકમાં.થરા પંથકના એક યુવકને તેના જ એક મિત્રએ લાલચ આપી બોલાવ્યો અને તે બાદ તેનું અપહરણ કરી તેને લૂંટી લીધો છે.
શિહોરી પોલીસે ઉકેલ્યો ગુનો
જો કે ઘટનાની જાણ શિહોરી પોલીસને થતા શિહોરી પોલીસએ ગણતરીના કલાકોમાં જ લૂંટારા મિત્ર સહીત 5 ને દબોચી લીધાને મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.બનાસકાંઠા જિલ્લાના થરા પંથકમાં મિત્રએ જ મિત્રનું અપહરણ કરી લૂંટી લીધાની ઘટના સામે આવી છે.થરા ખાતે રહેતા ભાવેશ રબારી નામના યુવક સાથે આ ઘટના ઘટી છે.થરાના ભાવેશ રબારીને તેના પાલનપુરના મિત્ર કિરણ ઠાકોરએ સોનુ સસ્તામાં લાવી આપવાની લાલચ આપી.અને મિત્રએ આપેલી લાલચમાં લલચાઇ જવુ ભાવેશને ભારે પડ્યું છે.
મિત્રએ કર્યુ મિત્રનું અપહરણ
ભાવેશ રબારીને તેના પાલનપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે 100 ગ્રામ સોનાનું બિસ્કીટ 5 લાખમાં લાવી આપવાની લાલચ આપી અને મિત્રની લાલચમાં લલચાઈ ભાવેશ સસ્તા ભાવેશ સોનું ખરીદવા તૈયાર થઈ ગયો.જો કે કિરણે ભાવેશને કહ્યું કે તારે સોનું લેવા આવવાનું નથી અમે તને થરા આપવા આવીએ છીએ જોકે કિરણ ભાવેશને સોનુ આપવા ચાર મિત્રોને સાથે રાખી પહોંચ્યો. અને પાંચ લાખ રૂપિયા લઇ સોનુ ભાવેશ સોનુ ખરીદવા મિત્ર પર વિશ્વાસ કરી પહોંચી ગયો પરંતુ સોનુ આપવા આવેલા કિરણ સહીતના શખ્સઓએ ભાવેશનું ગાડીમાં અપહરણ કરી દીધું. ભાવેશને ધમકી આપી ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી આ શખ્સઓ ભાવેશને અજાણ્યા રસ્તાઓ પર લઇ ગયા અને તે બાદ ભાવેશ પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂંટી લીધા અને તે બાદ ભાવેશને ગાડીમાંથી ફેંકી દીધો.
લૂંટના આરોપીને ઝડપ્યા
જોકે ભાવેશ સાથે બનેલી ઘટનાને લઇ ભાવેશ સિહોરી પોલીસ મથકે પહોંચી ગયો અને સમગ્ર ઘટનાની જાણ શિહોરી પોલીસને કરતા શિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશનું અપહરણ કરી લૂંટ કરનાર શખ્સઓની તપાસ હાથધરી અને ગણતરીના કલાકોમાં જ ભાવેશને લાલચ આપી તેની સાથે અપહરણ અને લૂંટ આચરનાર ભાવેશના મિત્ર પાલનપુરના કિરણ ઠાકોર,સહીત અપહરણ અને લૂંટ આચારનાર અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષ વાઘેલા, અમદાવાદના અર્જુન રણજીતસિંહ ઝાલા, અમદાવાદના પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી (દરબાર),પાલનપુરના વિકાશ મહેશ મકવાણાને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 4.97 લાખનો મુદ્દામાલ સહીત લૂંટમાં વપરાયેલી કાર તેમજ મોબાઈલ રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.જોકે મિત્ર જ મિત્રના અપહરણ અને લૂંટનું કારણ બનતા અત્યારે તો આ કિસ્સો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો લૂંટારા મિત્ર કિરણ ઠાકોર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.