Gujarat BJP News : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની આજે ચૂંટણી, ચૂંટણીમાં કુલ 229 મતદારો મતદાન કરાશે

Oct 3, 2025 - 09:00
Gujarat BJP News : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની આજે ચૂંટણી, ચૂંટણીમાં કુલ 229 મતદારો મતદાન કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીના આજે ફોર્મ ભરાશે અને ફોર્મ પાછા ખેંચાશે, સવારે 11થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે અને બપોરે 3 થી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી કરાશે અને સાંજે 5થી 5.30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે, આવતીકાલે મતદાન અને મતગણતરી યોજાશે અને ચૂંટણીમાં કુલ 229 મતદારો મતદાન કરાશે, લોકસભા, રાજ્યસભાના 10% સભ્યો મતદાર બનશે અને વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10% સભ્યો મતદાર બનશે.

નવા પ્રદેશ અધ્યક્ષના નામ વિષે ભાજપમાં એક જ ચર્ચા છે, OBC ચહેરો જ પસંદ થશે

નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે હાઈકમાન્ડ કોને ઉમેદવારી ફોર્મ ભરવાની સૂચના આપે છે તે મોડી રાત સુધી રહસ્યમય રહ્યું છે. જો કે, ભાજપમાં કાર્યકરો એવુ ચોક્કસપણે માને છે કે, અધ્યક્ષના પદે OBC સમુહમાંથી આવતા નેતાની જ પસંદગી થશે. આ કારણોસર સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માથી લઈને OBC સમૂહની નાની જ્ઞાતિના નેતાઓના નામ ચર્ચામાં છે.

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે લાંબા સમયથી બક્ષીપંચ- OBC સમુહને તક મળશે તેવી ચર્ચાઓ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટિલના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે કેન્દ્રીય ભાજપ સંગઠને છેવટે પ્રક્રિયા આરંભી છે. ગુરૂવારે દશેરાના દિવસે કેન્દ્રીય સંગઠને ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની વરણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં શુક્રવારની બપોરે બે વાગ્યા સુધીમાં નવા અધ્યક્ષ માટે ઉમેદવારી ફોર્મ ભરવા કહેવાયુ છે. જો એકથી વધુ ઉમેદવારી થશે તો શનિવારે મતદાન બાદ નવા અધ્યક્ષની જાહેરાત થશે. પરંતુ, ભાજપમાં સર્વસહમતિથી પ્રદેશ અધ્યક્ષની વરણી થતી હોવાથી શુક્રવારે બપોર સુધીમાં જ ચિત્ર સ્પષ્ટ થશે. એમ જાણવા મળ્યુ છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે લાંબા સમયથી બક્ષીપંચ- OBC સમુહને તક મળશે તેવી ચર્ચાઓ છે.મંત્રીમંડળના વિસ્તરણ- ફેરફાર પણ ખુબ ઝડપથી થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી

ગુરૂવારે રાષ્ટ્રીય સંગઠને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો તેની સાથે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનુ નામ ઉપસીને બહાર આવ્યુ છે. અલબત્ત આ અંગે સત્તાવારપણે ગુરૂવારે મોડી રાત સુધી સર્મથન મળ્યુ નથી. આવા અનેક OBC ચહેરા ભાજપના નવા સુકાની તરીકે ચર્ચામાં છે ત્યારે હાઈકમાન્ડ કાર્યકરોને ફરી ચોકાવી પણ શકે છે. અત્રે એ નિર્દેશ કરવો અનિવાર્ય છે કે, જો રાજ્ય સરકારમાંથી કોઈ મંત્રીને સંગઠન અધ્યક્ષની જવાબદારી સોંપાય તો આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ- ફેરફાર પણ ખુબ ઝડપથી થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. સવા વર્ષ પછી અધ્યક્ષની નિમણૂંક માટેનો કાર્યક્રમ-ચૂંટણીને નામે જાહેર કર્યો છે

આ ઔપચારિકતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ૨૯૨ મતદારોની યાદી પણ જાહેર કરવામા આવી છે. જો કે, ચૂંટણી કે મતદાન લેવાયા વગર જ નવા અધ્યક્ષની નિમણૂંક થઈ જશે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપે પોતાનુ નવુ સંગઠન રચના ગતવર્ષે જૂલાઈ મહિનાથી જેના સવા વર્ષ પછી અધ્યક્ષની નિમણૂંક માટેનો કાર્યક્રમ-ચૂંટણીને નામે જાહેર કર્યો છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0