Gujarat Assembly 2025 : જામનગરમાં સૌથી વધુ નાગરિકોએ ફ્રી-સિલિન્ડર યોજાનાનો લાભ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લામાં એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજનાનો ૧.૬૦ લાખ થી વધુ નાગરિકોએ લાભ મેળવ્યો છે.અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહજી પરમારે ગૃહમાં જવાબ આપ્યો છે.
LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના
જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને લાભ મેળવ્યો તે અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, તા.૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતિએ ૧,૬૦,૭૬૫ નાગરિકોને આ યોજનાનો લાભ અપાયો છે. જેમાં પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ ૨૪ થી જૂન ૨૪)માં ૭૯,૪૨૯ તથા બીજા ક્વાર્ટર (ઓકટો.૨૪ થી ડિસે.૨૪) માં ૮૧,૩૩૬ લાભાર્થીઓને લાભ અપાયો છે.
આ યોજના હેઠળ ૭.૮૧ કરોડની સબસીડી ચૂકવવામાં આવી
રસોઈમાં લાકડા અને છાણ જેવા ઇંધણનો વપરાશ કરવાથી ધુમાડાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકશાનને અટકાવવા માટે LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અમલી બનાવવામા આવી છે. LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪માં જામનગર જિલ્લામાં કુલ ૯૬,૬૦૧ લાભાર્થીઓ નોંધાયેલા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ ૭.૮૧ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે તેમ મંત્રીએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.
What's Your Reaction?






