Gujarat સરકારની વિવિધ યોજનાની માહિતી ફક્ત એક ક્લિકથી, વાંચો Full Story
રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને સેવાઓની માહિતી સરળતાથી મેળવી શકે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે ગાંધીનગર ખાતેથી સુશાસન દિવસ નિમિત્તે મારી યોજના પોર્ટલનો શુભારંભ કરાયો હતો. આ પોર્ટલમાં ૨૬ વિભાગોની ૬૮૦ જેટલી યોજનાઓની જાણકારી ફક્ત એક ક્લિકથી મેળવી શકાશે. માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ મારી યોજના પોર્ટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. “મારી યોજના" પોર્ટલને લેપટોપ, મોબાઈલ, ટેબલેટ સહિતના ડિવાઈસમાં સર્ચ કરતા સૌપ્રથમ પોર્ટલનું હોમ પેજ ખુલશે. જેમાં “તમારી યોજના શોધો” ટેબ અન્વયે આવાસ, શિષ્યવૃતિ, આરોગ્ય સહિત જે-તે લાગુ પડતી યોજનાનો શબ્દ લખી સર્ચ બટન પર ક્લિક કરતા તે વિષયને લગતી યોજનાઓનું લીસ્ટ ખુલી જશે. પોર્ટલના હોમપેજ પર ન્યુ સ્કીમ બટન પર ક્લિક કરતા વર્તમાનમાં શરૂ થયેલી નવી યોજના અંગેની માહિતી ઉપલબ્ધ થશે. પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય પોર્ટલના હોમપેજને સ્ક્રોલ કરતા યોજનાઓ, સેવાઓ પ્રમાણપત્ર, સેક્ટર પ્રમાણે તથા વિભાગવાર યોજના સહિતના ૧૭ ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં સંબંધિત યોજનાને શોધીને જરૂરી માહિતી મેળવી નાગરિકો સહાયનો લાભ લઇ શકે છે. ઉપરાંત સમાજ કલ્યાણ, શિક્ષણ, ખેતી, રમતગમત, રોજગાર, પશુપાલન સહિતના સેક્ટર મુજબ વ્યક્તિની જરૂરિયાતો અને પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય છે.ત્યારબાદ, હોમપેજને સ્ક્રોલ કરતાં પોર્ટલ સંબંધિત વિડીયો અને યોજનાને શોધવાની સરળ રીતના એક્સપ્લોર બટન પર ક્લિક કરતાં વ્યક્તિગત યોજનાનું પેજ ખુલશે જેમાં વ્યક્તિએ જરૂરી વિગતો ભરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.આ http://mariyojana.gujarat .gov.in પોર્ટલ મારફતે આશરે ૧ લાખ ૩૯ હજારથી વધુ લોકો વિવિધ યોજનાઓ અંગે જાણકારી મેળવી ચુક્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને સેવાઓની માહિતી સરળતાથી મેળવી શકે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે ગાંધીનગર ખાતેથી સુશાસન દિવસ નિમિત્તે મારી યોજના પોર્ટલનો શુભારંભ કરાયો હતો. આ પોર્ટલમાં ૨૬ વિભાગોની ૬૮૦ જેટલી યોજનાઓની જાણકારી ફક્ત એક ક્લિકથી મેળવી શકાશે.
માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ
મારી યોજના પોર્ટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. “મારી યોજના" પોર્ટલને લેપટોપ, મોબાઈલ, ટેબલેટ સહિતના ડિવાઈસમાં સર્ચ કરતા સૌપ્રથમ પોર્ટલનું હોમ પેજ ખુલશે. જેમાં “તમારી યોજના શોધો” ટેબ અન્વયે આવાસ, શિષ્યવૃતિ, આરોગ્ય સહિત જે-તે લાગુ પડતી યોજનાનો શબ્દ લખી સર્ચ બટન પર ક્લિક કરતા તે વિષયને લગતી યોજનાઓનું લીસ્ટ ખુલી જશે. પોર્ટલના હોમપેજ પર ન્યુ સ્કીમ બટન પર ક્લિક કરતા વર્તમાનમાં શરૂ થયેલી નવી યોજના અંગેની માહિતી ઉપલબ્ધ થશે.
પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય
પોર્ટલના હોમપેજને સ્ક્રોલ કરતા યોજનાઓ, સેવાઓ પ્રમાણપત્ર, સેક્ટર પ્રમાણે તથા વિભાગવાર યોજના સહિતના ૧૭ ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં સંબંધિત યોજનાને શોધીને જરૂરી માહિતી મેળવી નાગરિકો સહાયનો લાભ લઇ શકે છે. ઉપરાંત સમાજ કલ્યાણ, શિક્ષણ, ખેતી, રમતગમત, રોજગાર, પશુપાલન સહિતના સેક્ટર મુજબ વ્યક્તિની જરૂરિયાતો અને પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય છે.ત્યારબાદ, હોમપેજને સ્ક્રોલ કરતાં પોર્ટલ સંબંધિત વિડીયો અને યોજનાને શોધવાની સરળ રીતના એક્સપ્લોર બટન પર ક્લિક કરતાં વ્યક્તિગત યોજનાનું પેજ ખુલશે જેમાં વ્યક્તિએ જરૂરી વિગતો ભરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.આ http://mariyojana.gujarat .gov.in પોર્ટલ મારફતે આશરે ૧ લાખ ૩૯ હજારથી વધુ લોકો વિવિધ યોજનાઓ અંગે જાણકારી મેળવી ચુક્યા છે.