Gujarat: વહીવટી સુધારણા પંચનો ત્રીજો અહેવાલ રજૂ, સરકારને 10 ભલામણ સોંપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાત 2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે. GARC અધ્યક્ષ અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ.હસમુખ અઢીયાના દિશાદર્શનમાં 10 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ત્રીજો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પંચના અધ્યક્ષશ્રી ડૉ.હસમુખ અઢીયાએ સુપ્રત કર્યો હતો.
GARCની રચના માટે આ વર્ષ 2025-26ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતના ગણતરીના દિવસોમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે.આ પંચે અત્યારસુધીમાં અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાના માર્ગદર્શનમાં GARCના બે ભલામણ અહેવાલો રાજ્ય સરકારને સુપ્રત કર્યા છે. GARC દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાયેલા પંચના ત્રીજા અહેવાલમાં મુખ્યમંત્રીએ નાનામા નાના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને તેને સરકારી સેવાઓનો લાભ સરળતાએ મળી રહે તે માટે સિટિઝન ફર્સ્ટનો જે અભિગમ અપનાવ્યો છે તે ભલિભાંતિ પ્રતિબિંબિત થાય છે.GARCના ત્રીજા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે.
રાજ્ય સરકારને GARC દ્વારા જે ભલામણો કરવામાં આવી છે તે આ મુજબ છે
તમામ શિષ્યવૃત્તિ યોજનાઓના અસરકારક સંકલન
“એક વિદ્યાર્થી – એક આઈડી – એક પોર્ટલ" માળખાના આધારે, સરકાર વિવિધ વિભાગો દ્વારા ઓફર કરવામાં આવતી તમામ શિષ્યવૃત્તિ યોજનાઓના અસરકારક સંકલન માટે એક એકીકૃત, પારદર્શક અને ટેકનોલોજી-આધારિત શિષ્યવૃત્તિ પ્લેટફોર્મ (ગુજરાત યુનિફાઇડ સ્કોલરશિપ પોર્ટલ) વિકસાવશે. આ પોર્ટલથી શિષ્યવૃત્તિ સંદર્ભેનુ કામ ઝડપથી થશે, કામની પુનરાવૃત્તિ ટળશે અને કર્મચારીઓ પરનુ ભારણ પણ ઘટશે.
પેન્શન વિતરણ માટે એક સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ
સરકાર નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન વિતરણ માટે એક સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવશે– જેમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર જનરેટ થવો, સેવા રેકોર્ડ્સની ડિજિટલ ચકાસણી થવી અને નિવૃત્ત થનારા કર્મચારીઓની નિવૃત્તિના બીજા જ દિવસે બેંક ખાતામાં પેન્શનની રકમ સીધી જમા કરાવવા જેવી બાબતોનો સમાવેશ થશે.
વિશિષ્ટ ટાસ્ક ફોર્સની રચના
સરકાર દરેક વિભાગમાં તમામ મુખ્ય વિષયોના સરકારી ઠરાવો (GRs) ને સંકલિત કરવા માટે વિશિષ્ટ ટાસ્ક ફોર્સની રચના કરશે અને સાથે સાથે ઉક્ત ઠરાવો પોર્ટલના માધ્યમથી વિષયવાર સરળ ફોર્મેટમા ઉપલબ્ધ થશે. આ પગલાથી વિવિધ ઠરાવોને સમજવામાં ઉપસ્થિત થતી વિસંગતતાઓ દૂર થશે.
GIS-આધારિત એક સિસ્ટમ વિકસાવશે
સરકાર, નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથી, ગુજરાતના તાલુકાઓ અને ગામડાઓમાં સ્થિત તમામ સરકારી સંપત્તિઓ અને સેવાઓની એક મજબૂત અને વ્યાપક, GIS-આધારિત એક સિસ્ટમ વિકસાવશે જેમાં કોઇ પણ પ્રોજેક્ટના ઇન્સેપેક્શનથી લઇને યુટીસી સુધીની તમામ બાબતોનો સમાવેશ થઇ જશે. આ સિસ્ટમના કારણે બજેટની ફાળવણી વધુ યોગ્ય અને કાર્યક્ષમ રીતે શક્ય બનશે તેમજ કામની પુનરાવૃત્તિની શક્યતાઓ પણ ઘટશે.
વિશ્વસનીય કુરિયર સેવાઓ સાથે ભાગીદારી કરશે
સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથી, વધારે ફૂટપ્રિંટ ધરાવતી નાગરિક સેવાઓનું ગવર્નન્મેટ પ્રોસેસ રિ-એન્જીનીયરિંગ કરીને ‘અરજી પરની કામગીરી શરૂ થઈ', 'અરજી સબમિટ થઈ', 'દસ્તાવેજો ચકાસાઇ ગયા', 'અરજી પ્રક્રિયા હેઠળ', 'મંજૂરી હેઠળ છે', 'અરજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ, વગેરે જેવા તબક્કાઓએ નાગરિકોને SMS/WhatsApp દ્વારા ઓટોમેટેડ અપડેટ મળી રહે તે મુજબની વ્યવસ્થાઓ વિકસાવશે અને સરકારી દસ્તાવેજો નાગરિકોને સુરક્ષિત રીતે પ્રાપ્ત થઇ શકે તે માટે વિશ્વસનીય કુરિયર સેવાઓ સાથે ભાગીદારી કરશે.
QR કોડ-આધારિત મુસાફરોનો પ્રતિભાવ મેળવવાની વ્યવસ્થા
જાહેર પરિવહનમાં યુઝર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે તમામ સરકારી બસોમાં ટિકિટની ખરીદી એડવાન્સ કે જરૂરિયાત અનુસાર QR કોડ અને UPI ના માધ્યમથી થઇ શકે અને બસના સમયપત્રક તેમજ જગ્યાની ઉપલબ્ધતા અને બસનુ લોકેશન રિયલ ટાઇમ બેઝિસ પર ઉપલબ્ધ થાય તે મુજબની વ્યવસ્થા વિકસાવશે. આ ઉપરાંત, સેવામાં સતત સુધારણા માટે QR કોડ-આધારિત મુસાફરોનો પ્રતિભાવ મેળવવાની વ્યવસ્થા પણ વિકસાવશે.
સત્તાવાર દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ કરાવવા
નાગરિકોને તેમના સત્તાવાર દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓની મદદથી ડિજી-લોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી (તમામ અરજીઓ, ફોર્મ્સ અને સેવાઓ)ને લિન્ક કરશે. આનાથી, સરકાર દ્વારા ઇસ્યૂ થતા મહત્વના અધિકૃત દસ્તાવેજો/પ્રમાણપત્રો સીધા નાગરિકના ડિજી-લોકરમા ઉપલબ્ધ થશે.
કર્મચારીની સેવાપોથી ડિજીટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે
સરકાર માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી (HRMS)માં તમામ કર્મચારીની સેવાપોથી ડિજીટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે અને કર્મચારીનુ શિક્ષણ, કઇ ટ્રેનિગ લીધેલ છે, ક્યા ક્યા પોસ્ટિંગ થયુ છે, વગેરે જેવી જૂની વિગતો માટે હાલની સેવાપોથીનુ ડિજિટાઇઝેશન પણ હાથ ધરશે.
કાર્યભારની ધારણા અને સંતોષનું વ્યાપક મૂલ્યાંકન હાથ ધરશે
સરકાર રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે એક ડાયનેમિક, વ્યાપક ઇ-સિવિલ લિસ્ટ અને ઓટોમેટિક કામચલાઉ સિનિયોરિટી લિસ્ટ (પ્રવરતા યાદી) પ્રસિદ્ધ થાય એવી સિસ્ટમ વિકસાવશે.સરકાર ડિજિટલ સર્વેક્ષણ હાથ ધરીને ગુજરાત સરકારના વર્ગ 1 અને 2ના અધિકારીઓમાં કાર્ય વિતરણ, કાર્યભારની ધારણા અને સંતોષનું વ્યાપક મૂલ્યાંકન હાથ ધરશે.
What's Your Reaction?






