Gujarat: રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર, વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી

ભાભર તાલુકામાં શિક્ષક 10 મહિનાથી અમેરિકામાં સુથાર નેસડી પે.કેન્દ્ર શાળાના શિક્ષક ગેરહાજર શિક્ષક વિપુલ પટેલ કપાત પર રજા પર ઉતરી ગયા રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર છે. જેમાં ભાભર તાલુકામાં શિક્ષક 10 મહિનાથી અમેરિકામાં છે. સુથાર નેસડી પે.કેન્દ્ર શાળાના શિક્ષક ગેરહાજર છે. 10 મહિનાથી શાળાના શિક્ષક ગેરહાજર છે. તેમાં શિક્ષક વિપુલ પટેલ કપાત પર રજા પર ઉતરી ગયા છે. એનઓસી વગર જ કપાત રજા પર શિક્ષક ઉતરી ગયા છે. તેમાં શાળાના આચાર્યએ શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી છે. તાલુકા શિક્ષણ અધિકારીએ શિક્ષકને નોટિસ પાઠવી તાલુકા શિક્ષણ અધિકારીએ શિક્ષકને નોટિસ પાઠવી છે. જેમાં શિક્ષકે કહ્યું, હું વિદેશમાં હોવાથી પાછો આવી શકું તેમ નથી. શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર અસર પડી રહી છે. જેમાં ભાભર તાલુકાના સુથાર નેસડી પે. કેન્દ્ર શાળાના શિક્ષક છેલ્લા દસ મહિનાથી વિદેશમાં છે. શાળાના આચાર્ય દ્વારા ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરાઈ છે. જેમાં શિક્ષક એન.ઓ.સી વિનાકપાત પગાર પર રજા ઉપર ઉતરી ગયેલ છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયા અહેવાલો લઈ શિક્ષણ વિભાગ જાણે કે ઘોર નિદ્રામાં હોય તેમ એક પછી એક વિદેશમાં ગયેલા શિક્ષકોના અહેવાલો સામે આવી રહ્યાં છે. આચાર્યને ફોન પર જાણ કરેલ છે કે હું બે નંબરમાં વિદેશ ગયો છુ ભાભર તાલુકાના સુથાર નેસડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક પટેલ વિપુલભાઈ ઈશ્વરભાઈ જેવોનું વતન હિરપુરા તા.વિજાપુર જી.મહેસાણા પોતાનું વતન છે. તેઓ છેલ્લા સાત વર્ષથી સુથાર નેસડી શાળામાં ફરજ બજાવતા હતા. જેઓ ધોરણ 6 થી 8 માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તા.01/10/2023 થી તેઓ એન.ઓ.સી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજા પર ઉતરી ગયેલ છે જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરોલિના ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે. સુથાર નેસડી શાળાના શિક્ષક જાણ કર્યા સિવાય કપાત રજા પર ઉતરી જતાં આ બાબતની જાણ વિપુલ ભાઈ પટેલ રજા પર ઉતર્યા પછી એક મહિનામાં જ શાળાના આચાર્ય વશરામ ભાઈ મકવાણાએ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરેલ હોવાનું જણાવેલ છે. તેમજ અન્ય શિક્ષકની ભરતી કરવા લેખિત જાણ કરેલ છે. તેમજ ભાભર તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકને નોટિસ પણ આપેલ છે. શાળા ના શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન પર જાણ કરેલ છે કે હું બે નંબરમાં વિદેશ ગયેલ હોઇ પાછો આવી શકું તેમ નથી. તેવી આચાર્યને ફોન દ્વાર જાણ કરેલ હોવાનું જાણવા મળેલ છે. હાલ તો છેલ્લા દસ માસથી શાળાના શિક્ષક વિપુલ ભાઈ પટેલ કપાત પગાર રજા પર ઉતરી જતા ધોરણ 6 થી 8ના બાળકોને જ્ઞાન સહાયક ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવે છે તેમજ રેગ્યુલર જગ્યા ખાલી છે.

Gujarat: રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર, વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાભર તાલુકામાં શિક્ષક 10 મહિનાથી અમેરિકામાં
  • સુથાર નેસડી પે.કેન્દ્ર શાળાના શિક્ષક ગેરહાજર
  • શિક્ષક વિપુલ પટેલ કપાત પર રજા પર ઉતરી ગયા

રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર છે. જેમાં ભાભર તાલુકામાં શિક્ષક 10 મહિનાથી અમેરિકામાં છે. સુથાર નેસડી પે.કેન્દ્ર શાળાના શિક્ષક ગેરહાજર છે. 10 મહિનાથી શાળાના શિક્ષક ગેરહાજર છે. તેમાં શિક્ષક વિપુલ પટેલ કપાત પર રજા પર ઉતરી ગયા છે. એનઓસી વગર જ કપાત રજા પર શિક્ષક ઉતરી ગયા છે. તેમાં શાળાના આચાર્યએ શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી છે.

તાલુકા શિક્ષણ અધિકારીએ શિક્ષકને નોટિસ પાઠવી

તાલુકા શિક્ષણ અધિકારીએ શિક્ષકને નોટિસ પાઠવી છે. જેમાં શિક્ષકે કહ્યું, હું વિદેશમાં હોવાથી પાછો આવી શકું તેમ નથી. શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર અસર પડી રહી છે. જેમાં ભાભર તાલુકાના સુથાર નેસડી પે. કેન્દ્ર શાળાના શિક્ષક છેલ્લા દસ મહિનાથી વિદેશમાં છે. શાળાના આચાર્ય દ્વારા ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરાઈ છે. જેમાં શિક્ષક એન.ઓ.સી વિનાકપાત પગાર પર રજા ઉપર ઉતરી ગયેલ છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયા અહેવાલો લઈ શિક્ષણ વિભાગ જાણે કે ઘોર નિદ્રામાં હોય તેમ એક પછી એક વિદેશમાં ગયેલા શિક્ષકોના અહેવાલો સામે આવી રહ્યાં છે.

આચાર્યને ફોન પર જાણ કરેલ છે કે હું બે નંબરમાં વિદેશ ગયો છુ

ભાભર તાલુકાના સુથાર નેસડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક પટેલ વિપુલભાઈ ઈશ્વરભાઈ જેવોનું વતન હિરપુરા તા.વિજાપુર જી.મહેસાણા પોતાનું વતન છે. તેઓ છેલ્લા સાત વર્ષથી સુથાર નેસડી શાળામાં ફરજ બજાવતા હતા. જેઓ ધોરણ 6 થી 8 માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તા.01/10/2023 થી તેઓ એન.ઓ.સી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજા પર ઉતરી ગયેલ છે જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરોલિના ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે. સુથાર નેસડી શાળાના શિક્ષક જાણ કર્યા સિવાય કપાત રજા પર ઉતરી જતાં આ બાબતની જાણ વિપુલ ભાઈ પટેલ રજા પર ઉતર્યા પછી એક મહિનામાં જ શાળાના આચાર્ય વશરામ ભાઈ મકવાણાએ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરેલ હોવાનું જણાવેલ છે. તેમજ અન્ય શિક્ષકની ભરતી કરવા લેખિત જાણ કરેલ છે. તેમજ ભાભર તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકને નોટિસ પણ આપેલ છે. શાળા ના શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન પર જાણ કરેલ છે કે હું બે નંબરમાં વિદેશ ગયેલ હોઇ પાછો આવી શકું તેમ નથી. તેવી આચાર્યને ફોન દ્વાર જાણ કરેલ હોવાનું જાણવા મળેલ છે. હાલ તો છેલ્લા દસ માસથી શાળાના શિક્ષક વિપુલ ભાઈ પટેલ કપાત પગાર રજા પર ઉતરી જતા ધોરણ 6 થી 8ના બાળકોને જ્ઞાન સહાયક ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવે છે તેમજ રેગ્યુલર જગ્યા ખાલી છે.