Gujarat રાજય નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ,મેન્ટેનન્સની કરાઈ રહી છે કામગીરી

સર્વરમાં ખામી હોવાથી અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ 3 જુલાઈથી પુરવઠા વિતરણ વ્યવસ્થા કરાઇ છે બંધ સર્વર અપડેટ કરવા માટે સિસ્ટમ કરાઈ હતી બંધ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ્યારે રેશન કાર્ડ ધારકો અનાજ લેવા જતા હોય છે ત્યારે જ પુરવઠા વિભાગે સર્વરની ટેકનિકલ ક્ષતિઓ નિવારવાનું કામકાજ શરૂ કરતા 8 જુલાઇ સુધી અનાજનું વિતરણ થઇ શકશે નહીં. જો કે લાંબા સમયથી રેશનિંગ દુકાનદારો દ્વારા માગણી થતી હતી તેને પ્રતિસાદ આપીને જ વિભાગ દ્વારા સર્વરમાં અપડેશન કરવાની કામગીરી ચાલી રહી છે. ઓનલાઇન સેવા બંધ રહેશે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા અમદાવાદ શહેર સહિત તમામ જિલ્લાના પુરવઠા વિભાગને રેશન કાર્ડને લગતો ડેટાબેઝ અન્ય સર્વર પર માઇગ્રેટ કરવાનો હોવાથી ઓનલાઇન સેવા બંધ રહેશે તેવી જાણકારી આપી છે. હાલ રેશન કાર્ડને લગતો તમામ જૂનો ડેટા સર્વર ઉપર છે તેને લાંબો સમય થયો હોવાથી સર્વર ધીમું ચાલતું હોવાની તાલુકા-જિલ્લા કક્ષાએથી અનેક ફરિયાદો અને લાભાર્થીઓને હાલાકી પડતી હોવાની રજૂઆતો મળતી હતી. જેને ધ્યાને લઇને સિસ્ટમ માઇગ્રેટ અને મેઇન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેથી વાજબી ભાવની દુકાનોની રેશન કાર્ડને લગતી સેવાઓ બંધ રાખવામાં આવશે. સર્વરને લગતી ખામી યથાવત બીજી તરફ દુકાનદારોના દાવા મુજબ 2010થી બારકોડ રેશન કાર્ડ આધારિત પદ્ધતિ કરોડોના ખર્ચે અમલી બનાવાઇ ત્યારથી સર્વરને લગતી ખામીઓ શરૂ થઇ હતી. તેમાં અગાઉ પણ અપડેશન કરવામાં આવ્યું છે છતાં સર્વર ઠપ થવાની કે ધીમી ગતિએ ચાલવાની ફરિયાદો યથાવત રહી છે. હાલ ચોમાસા દરમિયાન અનાજ વહેલી તકે મળે તે જરૂરી છે ત્યારે રેશન કાર્ડને લગતી તમામ સેવાઓ ખોરંભે ચડતા રાજ્યના લાખો લાભાર્થીઓ અનાજ અને અન્ય સેવાથી વંચિત રહેશે. ગુજરાતમાં સર્વર બંધ વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતતોના વિભાગ દ્વારા 3જી જુલાઈથી રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને ડેટા બેઝ સર્વરના માઈગ્રેશનની કામગીરી 8મી જુલાઈ 2024 દરમિયાન કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 7મી જુલાઈ સુધી રાશન કાર્ડ સાથે સંકળાયેલી તમામ કામગીરી બંધ રહેશે. પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડની દુકાન ઉપર અનાજ વિતરણ, રાશન કાર્ડમાં નામ કમી કે નામ ઉમેરવા કે અન્ય કોઈ અપડેટ થઈ શકશે નહીં.

Gujarat રાજય નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ,મેન્ટેનન્સની કરાઈ રહી છે કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સર્વરમાં ખામી હોવાથી અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ
  • 3 જુલાઈથી પુરવઠા વિતરણ વ્યવસ્થા કરાઇ છે બંધ
  • સર્વર અપડેટ કરવા માટે સિસ્ટમ કરાઈ હતી બંધ

મહિનાના પ્રથમ સપ્તાહમાં જ્યારે રેશન કાર્ડ ધારકો અનાજ લેવા જતા હોય છે ત્યારે જ પુરવઠા વિભાગે સર્વરની ટેકનિકલ ક્ષતિઓ નિવારવાનું કામકાજ શરૂ કરતા 8 જુલાઇ સુધી અનાજનું વિતરણ થઇ શકશે નહીં. જો કે લાંબા સમયથી રેશનિંગ દુકાનદારો દ્વારા માગણી થતી હતી તેને પ્રતિસાદ આપીને જ વિભાગ દ્વારા સર્વરમાં અપડેશન કરવાની કામગીરી ચાલી રહી છે.

ઓનલાઇન સેવા બંધ રહેશે

અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા અમદાવાદ શહેર સહિત તમામ જિલ્લાના પુરવઠા વિભાગને રેશન કાર્ડને લગતો ડેટાબેઝ અન્ય સર્વર પર માઇગ્રેટ કરવાનો હોવાથી ઓનલાઇન સેવા બંધ રહેશે તેવી જાણકારી આપી છે. હાલ રેશન કાર્ડને લગતો તમામ જૂનો ડેટા સર્વર ઉપર છે તેને લાંબો સમય થયો હોવાથી સર્વર ધીમું ચાલતું હોવાની તાલુકા-જિલ્લા કક્ષાએથી અનેક ફરિયાદો અને લાભાર્થીઓને હાલાકી પડતી હોવાની રજૂઆતો મળતી હતી. જેને ધ્યાને લઇને સિસ્ટમ માઇગ્રેટ અને મેઇન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેથી વાજબી ભાવની દુકાનોની રેશન કાર્ડને લગતી સેવાઓ બંધ રાખવામાં આવશે.

સર્વરને લગતી ખામી યથાવત

બીજી તરફ દુકાનદારોના દાવા મુજબ 2010થી બારકોડ રેશન કાર્ડ આધારિત પદ્ધતિ કરોડોના ખર્ચે અમલી બનાવાઇ ત્યારથી સર્વરને લગતી ખામીઓ શરૂ થઇ હતી. તેમાં અગાઉ પણ અપડેશન કરવામાં આવ્યું છે છતાં સર્વર ઠપ થવાની કે ધીમી ગતિએ ચાલવાની ફરિયાદો યથાવત રહી છે. હાલ ચોમાસા દરમિયાન અનાજ વહેલી તકે મળે તે જરૂરી છે ત્યારે રેશન કાર્ડને લગતી તમામ સેવાઓ ખોરંભે ચડતા રાજ્યના લાખો લાભાર્થીઓ અનાજ અને અન્ય સેવાથી વંચિત રહેશે.

ગુજરાતમાં સર્વર બંધ

વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતતોના વિભાગ દ્વારા 3જી જુલાઈથી રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને ડેટા બેઝ સર્વરના માઈગ્રેશનની કામગીરી 8મી જુલાઈ 2024 દરમિયાન કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 7મી જુલાઈ સુધી રાશન કાર્ડ સાથે સંકળાયેલી તમામ કામગીરી બંધ રહેશે. પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડની દુકાન ઉપર અનાજ વિતરણ, રાશન કાર્ડમાં નામ કમી કે નામ ઉમેરવા કે અન્ય કોઈ અપડેટ થઈ શકશે નહીં.