Gujaratમાં Corona કેસમાં સતત વધારો, હાલ કોરોનાના 1227 એક્ટિવ કેસ

Jun 10, 2025 - 21:30
Gujaratમાં Corona કેસમાં સતત વધારો, હાલ કોરોનાના 1227 એક્ટિવ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 223 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના 1227 એક્ટિવ કેસ છે. તો 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. તો આ તરફ, 1204 દર્દીઓ OPD બેઝ સારવાર હેઠળ છે. રાજ્યમાં કોરોનાએ તો કહેર વર્તાવ્યો છે. પણ સાથે જ ઝાડા-ઉલટીના કેસ પણ વધી રહ્યા છે.

હાલ કોરોનાના 1227 એક્ટિવ કેસ

કોરોના જે રીતે રાજ્યમાં પગ પેસારો કરી રહ્યો છે. તેને જોતા તંત્ર સતર્ક થયુ છે. અને જનતાને તકેદારી રાખવા માટે અપીલ કરી રહ્યુ છે. લોકો ભીડવાળા વિસ્તારમાં કામ સિવાય ન નિકળે તે માટે પણ કહેવામાં આવી રહ્યુ છે. સરકારે બહાર પાડેલી ગાઇડલાઇનનું ચોક્કસપણે પાલન થાય તે માટે તંત્ર સાવચેતી રાખી રહ્યુ છે. અમદાવાદમાં કોરોનાના કેસ 1 હજારને પાર થયા છે. દવાખાના, હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં 237 કેસ તો ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 229 કેસ સામે આવ્યા છે. મધ્ય ઝોનમાં 23, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 126 કેસ, ઉત્તર ઝોનમાં 30, પૂર્વ ઝોનમાં 34 અને દક્ષિણ ઝોનમાં 82 કેસ નોંધવામાં આવ્યા છે.

વાયર ફિવરના પણ વધ્યા કેસ

રાજ્યમાં ઋતુ પરિવર્તન થતા દર્દીઓ વધતા જોવા મળે છે. જેમાં બાળકો અને વૃદ્ધો ખાસ ભોગ બને છે. આ વાયરલ ફિવર વધતા દર્દીઓમાં કમજોરી જોવા મળે છે. શરદી-ખાંસીના કેસ પણ વધી રહ્યા છે. બદલતી ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી જોવા મળે છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0