Gujaratમાં હાડથીજવતી ઠંડીમાંથી હાશકારો, નલિયામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન

Feb 4, 2025 - 09:30
Gujaratમાં હાડથીજવતી ઠંડીમાંથી હાશકારો, નલિયામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણમાં ઘટાડો થયો છે. તાપમાનનો પારો વધતા લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસ હવામાનમાં થોડો બદલાવ આવશે. રાજ્યમાં આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. કેટલાક વિસ્તારોમાં માવઠાંની પણ શકયતા છે.

  • લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો
  • અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી
  • કેશોદમાં 14.2 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી
  • રાજકોટમાં 15.2 ડિગ્રી, પાલનપુરમાં 15.3 ડિગ્રી
  • વડોદરામાં 16.4 ડિગ્રી, મહેસાણામાં 16.4 ડિગ્રી

હવામાન વિભાગે જણાવ્યું કે આ સિવાય આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. એટલે કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે.ગઈકાલથી અમદાવાદ સહિત અનેક સ્થાનો પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.જો કે મોડી રાત્રે લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રીમાં વધારો થતાં લોકોની ઠંડીથી આંશિક રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નલિયામાં 8.6 ડિગ્રી, અમદાવાદમાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1, ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, ભાવનગરમાં 16.7 ડીગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, પાલનપુરમાં 15.3 ડિગ્રી અને મહેસાણામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું.

રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડવાના કારણે માવઠાંની સંભાવના છે. હાલમાં તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીમાંથી રાહત મળી છે પરંતુ આગામી બે દિવસમાં બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0