Gujaratમાં બે દિવસ બાદ પડી શકે છે "કડકડતી ઠંડી", વાંચો Special Story

ગુજરાતમાં 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે,તો બીજી તરફ લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાઈ શકે છે,રાજયમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે,બીજી તરફ ડિસેમ્બર મહિનો આવતાની શરૂઆતમાં ઠંડી વધારે જોર પકડશે અને લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થશે.જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું ગુજરાતમાં હાલના તાપમાન પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયા 14.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર,વડોદરામાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી,પાલનપુરમાં 15.7 ડિગ્રી, ડિસામાં 16.4 ડિગ્રી,ભાવનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 17.2 ડિગ્રી,સુરતમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે. તો બીજી બાજુ દેશની વાત કરીએ તો, ચોમાસું ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે. જેનું નામ ફેંગલ હશે. જેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની શક્યતા છે.તાપમાનમાં નોંધાશે ઘટાડો ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, બે-ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે. ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. પહાડી વિસ્તારમાં રહેશે ઠંડી દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકાં ભરતી ઠંડી પડશે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે. 25 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે.પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં વાદળો વરસશે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા સ્થળોએ આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27-29 નવેમ્બર સુધી, આસામ અને મેઘાલયમાં 27-30 નવેમ્બર સુધી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 25-27 નવેમ્બર સુધી અને ઓડિશામાં 27-29 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં 30 નવેમ્બરે વરસાદ પડશે.  

Gujaratમાં બે દિવસ બાદ પડી શકે છે "કડકડતી ઠંડી", વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે,તો બીજી તરફ લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાઈ શકે છે,રાજયમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે,બીજી તરફ ડિસેમ્બર મહિનો આવતાની શરૂઆતમાં ઠંડી વધારે જોર પકડશે અને લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થશે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

ગુજરાતમાં હાલના તાપમાન પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયા 14.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર,વડોદરામાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી,પાલનપુરમાં 15.7 ડિગ્રી, ડિસામાં 16.4 ડિગ્રી,ભાવનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 17.2 ડિગ્રી,સુરતમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે. તો બીજી બાજુ દેશની વાત કરીએ તો, ચોમાસું ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે. જેનું નામ ફેંગલ હશે. જેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની શક્યતા છે.

તાપમાનમાં નોંધાશે ઘટાડો

ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, બે-ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે. ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે.

પહાડી વિસ્તારમાં રહેશે ઠંડી

દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકાં ભરતી ઠંડી પડશે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે. 25 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે.પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે.

આ રાજ્યોમાં વાદળો વરસશે

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા સ્થળોએ આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27-29 નવેમ્બર સુધી, આસામ અને મેઘાલયમાં 27-30 નવેમ્બર સુધી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 25-27 નવેમ્બર સુધી અને ઓડિશામાં 27-29 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં 30 નવેમ્બરે વરસાદ પડશે.