Gujaratમાં ઠંડીનું જામ્યું જોર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શહેરમાં વર્તાઈ
સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી તેનું અસલી રૂપ બતાવી રહી છે,ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થશે સાથે સાથે,રાજ્યભરમાં લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે,અમદાવાદમાં 16.7 ડિગ્રી લઘુતમ તાપમાન,વડોદરામાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી,રાજકોટમાં લઘુતમ તાપમાન 16.3 ડિગ્રી,સુરત, ભાવનગરમાં લઘુતમ તાપમાન 19.4 ડિગ્રી,ડીસા, પાલનપુરમાં લઘુતમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું છે. પહાડી વિસ્તારમાં રહેશે ઠંડી દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકાં ભરતી ઠંડી પડશે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે. 25 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે.પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં વાદળો વરસશે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા સ્થળોએ આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27-29 નવેમ્બર સુધી, આસામ અને મેઘાલયમાં 27-30 નવેમ્બર સુધી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 25-27 નવેમ્બર સુધી અને ઓડિશામાં 27-29 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં 30 નવેમ્બરે વરસાદ પડશે. ગાઢ ધુમ્મસ આ રાજ્યોને આવરી લેશે IMD અનુસાર, ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢના વિવિધ વિસ્તારોમાં 27-29 નવેમ્બર સુધી, હિમાચલ પ્રદેશમાં 25-28 નવેમ્બર સુધી અને ઉત્તર પ્રદેશમાં 28-30 નવેમ્બર સુધી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઠંડી પડી રહી છે. આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી તેનું અસલી રૂપ બતાવી રહી છે,ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થશે સાથે સાથે,રાજ્યભરમાં લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે,અમદાવાદમાં 16.7 ડિગ્રી લઘુતમ તાપમાન,વડોદરામાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી,રાજકોટમાં લઘુતમ તાપમાન 16.3 ડિગ્રી,સુરત, ભાવનગરમાં લઘુતમ તાપમાન 19.4 ડિગ્રી,ડીસા, પાલનપુરમાં લઘુતમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું છે.
પહાડી વિસ્તારમાં રહેશે ઠંડી
દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકાં ભરતી ઠંડી પડશે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે. 25 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે.પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે.
આ રાજ્યોમાં વાદળો વરસશે
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા સ્થળોએ આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27-29 નવેમ્બર સુધી, આસામ અને મેઘાલયમાં 27-30 નવેમ્બર સુધી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 25-27 નવેમ્બર સુધી અને ઓડિશામાં 27-29 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં 30 નવેમ્બરે વરસાદ પડશે.
ગાઢ ધુમ્મસ આ રાજ્યોને આવરી લેશે
IMD અનુસાર, ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢના વિવિધ વિસ્તારોમાં 27-29 નવેમ્બર સુધી, હિમાચલ પ્રદેશમાં 25-28 નવેમ્બર સુધી અને ઉત્તર પ્રદેશમાં 28-30 નવેમ્બર સુધી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઠંડી પડી રહી છે. આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.