Gujaratના ખેડૂતો માટે મોટા સમાચાર, આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે

બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને જણાવવાનું કે,એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી.મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબર-૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પી.એમ.કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરજીયાત કરી છે. વેબ પોર્ટલથી કરાશે અરજી ૨૫ નવેમ્બર-૨૦૨૪ પહેલા પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થશે આ સાથે ખેડુત જાતે પણ નોંધણી કરી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજીયાત કરવાની રહેશે. આંગળીના ટેરવે મળશે લાભ ખોટી નોંધણી રદ થશે ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ ખેતીવાડી અને ધિરાણ સબંધી લાભો સરળ બનશે. ખેડૂતોએ આધાર કાર્ડ,આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭- ૧૨ નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (વિ.સી.ઇ.)નો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બનાસકાંઠા - પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. યુરિયા ખાતરની સર્જાઈ અછત ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા રાજ્યના અન્નદાતાઓ ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. હાલમાં ડાંગર સહિત વિવિધ કૃષિ પાકોમાં યુરિયા ખાતરની ખેડૂતોને ખૂબ જરૂર પડી રહી છે. તો ચાલુ વર્ષે રાજ્યભરમાં હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવાની તૈયારી ખેડૂતો રહ્યા છે. રવિ પાકમાં ઘઉં, ચણા, ધાણા, બાજરી, તુવેર, બટાકા સહિત પશુઓના ઘાસચારાનો સમાવેશ થતો હોય છે. આ પાકનું ઉત્પાદન કરવા માટે સૌથી વધુ યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે. જોકે, બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછત સર્જાતા બટાકાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Gujaratના ખેડૂતો માટે મોટા સમાચાર, આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને જણાવવાનું કે,એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી.મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબર-૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પી.એમ.કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરજીયાત કરી છે.

વેબ પોર્ટલથી કરાશે અરજી

૨૫ નવેમ્બર-૨૦૨૪ પહેલા પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થશે આ સાથે ખેડુત જાતે પણ નોંધણી કરી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજીયાત કરવાની રહેશે.

આંગળીના ટેરવે મળશે લાભ

ખોટી નોંધણી રદ થશે ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ ખેતીવાડી અને ધિરાણ સબંધી લાભો સરળ બનશે. ખેડૂતોએ આધાર કાર્ડ,આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭- ૧૨ નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (વિ.સી.ઇ.)નો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બનાસકાંઠા - પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

યુરિયા ખાતરની સર્જાઈ અછત

ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા રાજ્યના અન્નદાતાઓ ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. હાલમાં ડાંગર સહિત વિવિધ કૃષિ પાકોમાં યુરિયા ખાતરની ખેડૂતોને ખૂબ જરૂર પડી રહી છે. તો ચાલુ વર્ષે રાજ્યભરમાં હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવાની તૈયારી ખેડૂતો રહ્યા છે. રવિ પાકમાં ઘઉં, ચણા, ધાણા, બાજરી, તુવેર, બટાકા સહિત પશુઓના ઘાસચારાનો સમાવેશ થતો હોય છે. આ પાકનું ઉત્પાદન કરવા માટે સૌથી વધુ યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે. જોકે, બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછત સર્જાતા બટાકાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.