Gujaratના ખેડૂતો આ જરૂર વાંચો, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એક, પણ ફાયદા અનેક

પ્રાકૃતિક કૃષિના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા બોટાદ જિલ્લાના ખેડૂતો હોંશે હોંશે જોડાઈ રહ્યા છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી, તેનો લાભ લઈ અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ પદ્ધત્તિમાં સૌથી મહત્વનું ગણાય છે પંચામૃત. એટલે ગાય આધારિત ખેતી કરીને ખેડૂત વગર ખર્ચે પોતાના ખેતરમાં અઢળક ઉત્પાદન મેળવે છે. આ પદ્ધત્તિમાં પાકની વૃદ્ધિ માટે ખાતર સહિતની સામગ્રી બહારથી લેવાની જરૂર રહેતી નથી. ગૌમૂત્ર અને છાણમાંથી જ સામગ્રી પૂરી પડી રહે છે. પ્રાકૃતિક કૃષિનો આધાર સ્તંભ છે પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ રૂપી પંચામૃતની વાત કરીએ તો તેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રો થકી ખેતી કરવામાં આવે છે. જીવામૃત ખેતીમા દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલી ખાતરનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવુ જોઈએ. જેનાથી જમીનમા ભેજનું પ્રમાણ પણ વધે છે અને પાણીનું સ્તર ઉંચુ આવે છે. જીવામૃત વાપરવાની રીત આ જીવામૃતને એક એકર માટે ૨૦૦ લીટર ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર તેનો છંટકાવ કરવો.ઘન જીવામૃત બનાવવા માટે ૨૦૦ કિ.ગ્રા સખત તાપમાં સૂકવેલ, ચાળણીથી ચાળેલા દેશી ગાયના છાણના પાવડરને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ત્યારબાદ ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી અને ત્યારબાદ પાતળું સ્તર કરી સૂકવવું. સૂકાઈ જાય ત્યારબાદ તેના ગાંગડાનો ભૂક્કો કરી એક વર્ષ સુધી તે વાપરી શકાય છે. ઘન જીવામૃત જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા આપવું. સુંઠાસ્ત્ર તૈયાર કરવામાં આવે જીવામૃત આપવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે અને ભેજનું નિર્માણ ઝડપી બને છે. તેમજ તે સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. આનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને નાઈટ્રોજનની ઉપલબ્ધિ વધે છે.માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણીની બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. વધુમાં ખેડૂતો માટે જીવાત નિયંત્રણ કરવા પણ આવી જ પ્રાકૃતિક રીતે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તૈયાર કરવામાં આવી છે. દશપર્ણી અર્ક, ખાટી છાશનો ઉપયોગ પણ ફૂગનાશક તરીકે થાય છે. આ ઉપરાંત ફુગનાશકો તરીકે બીજામૃત અને સુંઠાસ્ત્ર તૈયાર કરવામાં આવે છે. કપડાથી ગાળીને ઉપયોગ કરવો જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્રનો ઉપયોગ લાભદાઈ છે જેમાં ૨૦૦ લીટર પાણીમાં ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અને ૨ કિલોગ્રામ દેશી ગાયનું છાણ મીક્ષ કરી ૧૦ કિગ્રા કડવા લીમડાના નાના પાન, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોડી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યારબાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો. જે અત્યંત લાભદાયી નીવડે છે. બ્રહ્માસ્ત્રના ઉપયોગ માટે ત્યારબાદ બ્રહ્માસ્ત્રના ઉપયોગ માટે ૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી, ૨ કિલોગ્રામ કરંજના પાનની ચટણી, કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી, 2 કિલોગ્રામ એરંડાના પાનની ચટણી, ૨ કિ.ગ્રા. ધતુરાના પાનની ચટણી, ૨ કિલોગ્રામ બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈપણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો. અગ્નિઅસ્ત્રના ઉપયોગ માટે ૨૦ લીટર દેશી ગાયનું ગૌમુત્ર, ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી, ૫૦૦ ગ્રામ તીખા મરચાની ચટણી, ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર, ૫૦૦ ગ્રામ આદુની ચટણી આ મિશ્રણને ઓગાળીને, ઢાંકી અને ધીમા તાપે એક ઉભરો ભાવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો. ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ઉપાય દશપર્ણી અર્ક ખાસ કરીને બધા જ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ઉપાય છે. જેને બનાવવા માટે પ્રથમ દિવસ ૨૦ લીટર ગૌમુત્ર તેમજ ર કિ.ગ્રા. તાજા છાણને ૨૦૦ લિટર પાણીમાં નાખી લાકડીથી બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવું. આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરની પાઉડર અને ૫૦૦ ગ્રામ આદુની ચટણી તથા ૧૦ ગ્રામ હીંગનો પાઉડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું. બીજા દિવસે મિશ્રણમાં સવારે ૧ થી ૨ કિલો તીખા મરચાની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિલોગ્રામ તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દો. ત્રીજા દિવસે કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સિતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર આ ઉપરાંત નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટાનાં પંચાગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડ, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુંવાડીયો, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયું (હાંડવેલ) અને ગળોની વેલના પાનડા ઉપરોક્ત 'અ' માંથી કોઈપણ પાંચ અને 'બ' માંથી કોઈપણ પાંચ એમ કુલ દશ વનસ્પતિનાં પાનડા દરેક વનસ્પતિના ૨ કિલોગ્રામ એટલે કે ૨૦ કિલોગ્રામ પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ ૫-૫ મિનિટ દિવસમાં બરોબર હલાવો. એક એકરમાં છંટકાવ કરવો ૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને એક એકરમાં છંટકાવ કરવો, આ દશપર્ણી અર્ક છ મહિના સુધી વાપરી શકાય છે.વધુમાં સાતથી દસ દિવસની ૧૦ લીટર ખાટી છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો, ખાટી છાશ એ ફુગનાશક, વિષાણુ નાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો

Gujaratના ખેડૂતો આ જરૂર વાંચો, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એક, પણ ફાયદા અનેક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રાકૃતિક કૃષિના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા બોટાદ જિલ્લાના ખેડૂતો હોંશે હોંશે જોડાઈ રહ્યા છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી, તેનો લાભ લઈ અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ પદ્ધત્તિમાં સૌથી મહત્વનું ગણાય છે પંચામૃત. એટલે ગાય આધારિત ખેતી કરીને ખેડૂત વગર ખર્ચે પોતાના ખેતરમાં અઢળક ઉત્પાદન મેળવે છે. આ પદ્ધત્તિમાં પાકની વૃદ્ધિ માટે ખાતર સહિતની સામગ્રી બહારથી લેવાની જરૂર રહેતી નથી. ગૌમૂત્ર અને છાણમાંથી જ સામગ્રી પૂરી પડી રહે છે.

પ્રાકૃતિક કૃષિનો આધાર સ્તંભ છે

પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ રૂપી પંચામૃતની વાત કરીએ તો તેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રો થકી ખેતી કરવામાં આવે છે. જીવામૃત ખેતીમા દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલી ખાતરનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવુ જોઈએ. જેનાથી જમીનમા ભેજનું પ્રમાણ પણ વધે છે અને પાણીનું સ્તર ઉંચુ આવે છે.

જીવામૃત વાપરવાની રીત

આ જીવામૃતને એક એકર માટે ૨૦૦ લીટર ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર તેનો છંટકાવ કરવો.ઘન જીવામૃત બનાવવા માટે ૨૦૦ કિ.ગ્રા સખત તાપમાં સૂકવેલ, ચાળણીથી ચાળેલા દેશી ગાયના છાણના પાવડરને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ત્યારબાદ ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી અને ત્યારબાદ પાતળું સ્તર કરી સૂકવવું. સૂકાઈ જાય ત્યારબાદ તેના ગાંગડાનો ભૂક્કો કરી એક વર્ષ સુધી તે વાપરી શકાય છે. ઘન જીવામૃત જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા આપવું.

સુંઠાસ્ત્ર તૈયાર કરવામાં આવે

જીવામૃત આપવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે અને ભેજનું નિર્માણ ઝડપી બને છે. તેમજ તે સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. આનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને નાઈટ્રોજનની ઉપલબ્ધિ વધે છે.માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણીની બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. વધુમાં ખેડૂતો માટે જીવાત નિયંત્રણ કરવા પણ આવી જ પ્રાકૃતિક રીતે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તૈયાર કરવામાં આવી છે. દશપર્ણી અર્ક, ખાટી છાશનો ઉપયોગ પણ ફૂગનાશક તરીકે થાય છે. આ ઉપરાંત ફુગનાશકો તરીકે બીજામૃત અને સુંઠાસ્ત્ર તૈયાર કરવામાં આવે છે.

કપડાથી ગાળીને ઉપયોગ કરવો

જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્રનો ઉપયોગ લાભદાઈ છે જેમાં ૨૦૦ લીટર પાણીમાં ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અને ૨ કિલોગ્રામ દેશી ગાયનું છાણ મીક્ષ કરી ૧૦ કિગ્રા કડવા લીમડાના નાના પાન, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોડી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યારબાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો. જે અત્યંત લાભદાયી નીવડે છે.

બ્રહ્માસ્ત્રના ઉપયોગ માટે

ત્યારબાદ બ્રહ્માસ્ત્રના ઉપયોગ માટે ૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી, ૨ કિલોગ્રામ કરંજના પાનની ચટણી, કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી, 2 કિલોગ્રામ એરંડાના પાનની ચટણી, ૨ કિ.ગ્રા. ધતુરાના પાનની ચટણી, ૨ કિલોગ્રામ બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈપણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.

અગ્નિઅસ્ત્રના ઉપયોગ માટે

૨૦ લીટર દેશી ગાયનું ગૌમુત્ર, ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી, ૫૦૦ ગ્રામ તીખા મરચાની ચટણી, ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર, ૫૦૦ ગ્રામ આદુની ચટણી આ મિશ્રણને ઓગાળીને, ઢાંકી અને ધીમા તાપે એક ઉભરો ભાવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.

ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ઉપાય

દશપર્ણી અર્ક ખાસ કરીને બધા જ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ઉપાય છે. જેને બનાવવા માટે પ્રથમ દિવસ ૨૦ લીટર ગૌમુત્ર તેમજ ર કિ.ગ્રા. તાજા છાણને ૨૦૦ લિટર પાણીમાં નાખી લાકડીથી બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવું. આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરની પાઉડર અને ૫૦૦ ગ્રામ આદુની ચટણી તથા ૧૦ ગ્રામ હીંગનો પાઉડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું. બીજા દિવસે મિશ્રણમાં સવારે ૧ થી ૨ કિલો તીખા મરચાની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિલોગ્રામ તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દો. ત્રીજા દિવસે કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સિતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર આ ઉપરાંત નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટાનાં પંચાગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડ, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુંવાડીયો, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયું (હાંડવેલ) અને ગળોની વેલના પાનડા ઉપરોક્ત 'અ' માંથી કોઈપણ પાંચ અને 'બ' માંથી કોઈપણ પાંચ એમ કુલ દશ વનસ્પતિનાં પાનડા દરેક વનસ્પતિના ૨ કિલોગ્રામ એટલે કે ૨૦ કિલોગ્રામ પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ ૫-૫ મિનિટ દિવસમાં બરોબર હલાવો.

એક એકરમાં છંટકાવ કરવો

૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને એક એકરમાં છંટકાવ કરવો, આ દશપર્ણી અર્ક છ મહિના સુધી વાપરી શકાય છે.વધુમાં સાતથી દસ દિવસની ૧૦ લીટર ખાટી છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો, ખાટી છાશ એ ફુગનાશક, વિષાણુ નાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરનાર છે.

ફુગનાશકો તરીકે બીજામૃતનો ઉપયોગ કરી શકાય

જેમાં ૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૫ કિલોગ્રામ દેશી ગાયનું છાણ + ૫૦ ગ્રામ ચુનો + ૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિલોગ્રામ બિયારણને ઘટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લો.આમ, ગુજરાતની રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક સલ્ફર, વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈ પણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં કૃષિ પદ્ધતિથી તૈયાર કરાયેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોની ઉપલબ્ધિ વધે છે.