Gujaratના એક માછીમારે પાકિસ્તાનની જેલમાં તોડયો દમ, વતન લવાયો મૃતદેહ

પાકિસ્તાનની લાડી જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડયો છે.ઉનાના નવાબંદરનાં સુરેશ સોલંકી નામના માછીમારનું મોત થતા ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારના પાર્થિવ દેહ માદરે વતન લવાયો છે. પાકિસ્તાનની જેલમાં થયું મોત આ દ્રશ્યો છે ગીરનાં ઉનાં તાલુકાનાં નવાબંદર ગામના.જ્યા આજે 53 વર્ષ ના સુરેશભાઈ નાનુભાઈ સોલંકી નામના માછીમારનો મૃતદેહ આવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.સુરેશભાઈ સોલંકી અને તેના સાથી માછીમારોનું 2021નાં વર્ષમાં માછીમારી દરમ્યાન પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મેરિન દ્વારા અપહરણ કરવામાં આવેલા માછીમારોને લાંબા સમયથી ઇસ્લામાબાદની જેલમાં કેદ રખાયા હતા. મુંબઈથી મૃતદેહ અમદાવાદ લવાયો આજથી ઘણા મહિના પહેલા આ માછીમારો પૈકી સુરેશભાઈ સોલંકી કુપોષણનો શિકાર બન્યા અને દિન પ્રતિદિન તેઓની તબિયત લથડતી ગઈ.પાકિસ્તાનમાં યોગ્ય સારવારને અભાવે આજથી 37 દિવસ પહેલા સુરેશભાઈનું પાકિસ્તાનમાં તેમનું નિધન થયું.માત્ર થોડા દિવસ પહેલા સુરેશભાઈ નાં પરિવારને અચાનક તેઓના મોતની ખબર મળી. હજી પણ ઘણા માછીમારો જેલમાં બંધ જો કે 37 દિવસ બાદ આજે હતભાગી માછીમારનો મૃતદેહ ઈસ્લામાબાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવ્યો હતો.એમ્બ્યુલન્સ મારફત આજે 4.00 કલાકે તેમનો મૃતદેહ માદરે વતન નવાબંદર ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા લવાયો હતો.હજુ પણ પાકિસ્તાનની જેલમાં 200 થી વધુ ભારતીય માછીમારો સડી રહ્યા છે.જેના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે.

Gujaratના એક માછીમારે પાકિસ્તાનની જેલમાં તોડયો દમ, વતન લવાયો મૃતદેહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાકિસ્તાનની લાડી જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડયો છે.ઉનાના નવાબંદરનાં સુરેશ સોલંકી નામના માછીમારનું મોત થતા ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારના પાર્થિવ દેહ માદરે વતન લવાયો છે.

પાકિસ્તાનની જેલમાં થયું મોત

આ દ્રશ્યો છે ગીરનાં ઉનાં તાલુકાનાં નવાબંદર ગામના.જ્યા આજે 53 વર્ષ ના સુરેશભાઈ નાનુભાઈ સોલંકી નામના માછીમારનો મૃતદેહ આવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.સુરેશભાઈ સોલંકી અને તેના સાથી માછીમારોનું 2021નાં વર્ષમાં માછીમારી દરમ્યાન પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મેરિન દ્વારા અપહરણ કરવામાં આવેલા માછીમારોને લાંબા સમયથી ઇસ્લામાબાદની જેલમાં કેદ રખાયા હતા.


મુંબઈથી મૃતદેહ અમદાવાદ લવાયો

આજથી ઘણા મહિના પહેલા આ માછીમારો પૈકી સુરેશભાઈ સોલંકી કુપોષણનો શિકાર બન્યા અને દિન પ્રતિદિન તેઓની તબિયત લથડતી ગઈ.પાકિસ્તાનમાં યોગ્ય સારવારને અભાવે આજથી 37 દિવસ પહેલા સુરેશભાઈનું પાકિસ્તાનમાં તેમનું નિધન થયું.માત્ર થોડા દિવસ પહેલા સુરેશભાઈ નાં પરિવારને અચાનક તેઓના મોતની ખબર મળી.

હજી પણ ઘણા માછીમારો જેલમાં બંધ

જો કે 37 દિવસ બાદ આજે હતભાગી માછીમારનો મૃતદેહ ઈસ્લામાબાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવ્યો હતો.એમ્બ્યુલન્સ મારફત આજે 4.00 કલાકે તેમનો મૃતદેહ માદરે વતન નવાબંદર ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા લવાયો હતો.હજુ પણ પાકિસ્તાનની જેલમાં 200 થી વધુ ભારતીય માછીમારો સડી રહ્યા છે.જેના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે.