Guajrat Rain : છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાનુ મન મૂકીને આગમાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામા વરસાદ નોંધાયો છે.ઉંમરપાડમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો છે.મહુવામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીના જાફરાબાદમાં દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળ્યા છે.જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે.માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.મોટાભાગે દરિયા કાંઠે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જાણો કયાં કેટલો વરસાદ નોંધાયો ઉમરપાડામાં 5 ઇંચ, વાંસદામાં 4.5 ઇંચ વરસાદ,કપરાડામાં 4.5 ઇંચ, ખેરગામમાં 4.5 ઇંચ વરસાદ,પારડી અને કામરેજમાં 4-4 ઇંચ વરસાદ,વલ્લભીપુરમાં 4 ઇંચ, ડેડિયાપાડામાં 3.5 ઇંચ,ડોલવણ અને તિલકવાડમાં 3.5 ઇંચ વરસાદ,ઉમરાળા અને ધરમપુરમાં 3-3 ઇંચ વરસાદ.બારડોલી અને ચીખલીમાં 3-3 ઇંચ વરસાદ,વઘઇ અને મહુવામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી ખાસ કરીને વાત કરવામાં આવે તો, દરિયા કિનારે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અને સૂચના આપી દેવામાં આવી છે. જેથી કોઈ જાનમાલનું નુકસાન ના થાય. આ સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની વાત કરવામાં આવે તો અહીં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ પડી શકે છે. આજે આ જગ્યાએ રેડ અલર્ટની કરાઈ આગાહી સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરાઈ છે. આજે આ જગ્યાએ યલો એલર્ટની કરાઈ આગાહી અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,વડોદરા,પંચમહાલ,નર્મદા,બોટાદ,રાજકોટ,પોરબંદરમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Guajrat Rain : છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં ચોમાસાનુ મન મૂકીને આગમાન
  • દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
  • ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામા વરસાદ નોંધાયો છે.ઉંમરપાડમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો છે.મહુવામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીના જાફરાબાદમાં દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળ્યા છે.જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે.માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.મોટાભાગે દરિયા કાંઠે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

જાણો કયાં કેટલો વરસાદ નોંધાયો

ઉમરપાડામાં 5 ઇંચ, વાંસદામાં 4.5 ઇંચ વરસાદ,કપરાડામાં 4.5 ઇંચ, ખેરગામમાં 4.5 ઇંચ વરસાદ,પારડી અને કામરેજમાં 4-4 ઇંચ વરસાદ,વલ્લભીપુરમાં 4 ઇંચ, ડેડિયાપાડામાં 3.5 ઇંચ,ડોલવણ અને તિલકવાડમાં 3.5 ઇંચ વરસાદ,ઉમરાળા અને ધરમપુરમાં 3-3 ઇંચ વરસાદ.બારડોલી અને ચીખલીમાં 3-3 ઇંચ વરસાદ,વઘઇ અને મહુવામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

ખાસ કરીને વાત કરવામાં આવે તો, દરિયા કિનારે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અને સૂચના આપી દેવામાં આવી છે. જેથી કોઈ જાનમાલનું નુકસાન ના થાય. આ સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની વાત કરવામાં આવે તો અહીં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ પડી શકે છે.

આજે આ જગ્યાએ રેડ અલર્ટની કરાઈ આગાહી

સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરાઈ છે.

આજે આ જગ્યાએ યલો એલર્ટની કરાઈ આગાહી

અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,વડોદરા,પંચમહાલ,નર્મદા,બોટાદ,રાજકોટ,પોરબંદરમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે.

રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.