GSRTC Conductor Bharti 2026: ડ્રાઈવર અને કંડક્ટરની બમ્પર ભરતી જાહેર, 8900થી વધુ જગ્યાઓ માટે ભરાશે ફોર્મ

Jun 5, 2026 - 21:00
GSRTC Conductor Bharti 2026: ડ્રાઈવર અને કંડક્ટરની બમ્પર ભરતી જાહેર, 8900થી વધુ જગ્યાઓ માટે ભરાશે ફોર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા રાજ્યના બેરોજગાર યુવાનો માટે આ એક ઉત્તમ તક સામે આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ડ્રાઈવર અને કંડક્ટરની બંને મળીને કુલ 8,917 જેટલી અધધ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.

ડ્રાઈવર અને કંડક્ટરની થશે ભરતી

નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ મેગા ભરતીમાં કંડક્ટરની કુલ 4,318 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જ્યારે બીજી તરફ, એસટી બસના ડ્રાઈવર માટે કુલ 4,599 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા અને જરૂરી માપદંડો પૂર્ણ કરતા ઉમેદવારો આ બંને કેડર માટે ઓનલાઈન અરજી કરી શકશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 5 જુલાઈ

આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આવતીકાલ એટલે કે 6 જૂનથી સત્તાવાર રીતે શરૂ થઈ જશે. ઈચ્છુક ઉમેદવારો આગામી 5 જુલાઈ સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના ફોર્મ ભરી શકશે. આશરે એક મહિના સુધી ચાલનારી આ અરજી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ભાગ લે તેવી શક્યતા છે. ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને ફી ની વિગતવાર માહિતી GSRTCની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0