Gram Panchayat Election: બોટાદના હડદડ ગામમાં આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રનો પ્રશ્ન ઉકેલાશે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લામાં 106 ગ્રામ પંચાયતની 22 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. તાલુકાના હડદડ ગામમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.હડદડ ગામમાં 12 વોર્ડ અને 12 હજારની વસ્તી છે.ત્યારે 22 જૂનના રોજ ગ્રામજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની અપેક્ષામાં ખરા ઉતરે તેવા ઉમેદવારની પસંદગી કરશે.
ગામમાં અઢી વર્ષથી વહીવટદારનું શાસન
બોટાદથી 4 કિલોમીટર દૂર ગામ આવેલું હડદડ ગામને વાહન કનેક્ટિવિટી એકંદરે સારી મળે છે.બોટાદ નગરપાલિકાની સીટી બસ હડદડ ગ્રામ સુધી આવે છે. ત્યારે અવારનવાર ગામજનો સરળતાથી બોટાદ આવી જઈ શકે છે.ગામની વચ્ચેથી પસાર થતા પંચાયત ધોરી માર્ગ ગ્રામ્ય કનેક્ટિવિટીની સરકારી બસો ઉપલબ્ધ બનાવે છે. ગામમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે.ત્યારે અનેક વિકાસના કામો થયા છે અનેક કામો બાકી છે.
કેટલીક શેરીઓ વિકાસથી વંચિત
ગામની શેરીઓના અનેક રોડ રસ્તા પર આરસીસી અને બ્લોકના કામ થયા છે તો કેટલીક શેરીઓ વિકાસથી વંચિત છે.ગામમાં યુવાનો માટે રમતગમતનું મેદાન નહીં હોવાના કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિટનેસની તૈયારી કરવાથી વંચિત રહી જાય છે.હડદડ ગામમાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય કે મજૂરી આવકનો મુખ્ય સ્ત્રોત છે.યુવાનો વૈકલ્પિક વ્યવસાય તરીકે હીરા ઘસવાનું કામ કરે છે. બોટાદ શહેરમાં અનેક યુવાનો હીરાના કારખાનામાં હીરા ઘસવા માટે રિક્ષામાં અપડાઉન કરી પોતાનું ગુજરાત ચલાવે છે.
વધુ ચાર આંગણવાડી બને તેવી ગામ લોકોની અપેક્ષા
હડદડ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત છે. સબ સેન્ટરમાં કાયમી ડોક્ટર હોતા નથી ત્યારે ઈમરજન્સી સારવાર માટે બોટાદ પ્રાઇવેટ દવાખાનામાં સારવાર માટે જવું પડે છે.હડદડ ગામમાં આંગણવાડી કેન્દ્ર કુલ ચાર આવેલા છે. જ્યારે વસ્તીના ધોરણે અનેક વિસ્તારો આંગણવાડીના લાભ થી વંચિત છે.બાળકોને કેન્દ્ર સુધી લઈ જવા દૂર દૂર જવું પડે છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વધુ ચાર આંગણવાડી બને તેવી ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે.હડદડ ગામમાં આગામી ચૂંટણીમાં પસંદ થનાર પ્રતિનિધિઓ ગામના તમામ પ્રશ્નો હલ કરે અને ગામના છેવાડાના વ્યક્તિ સુધી તમામ જરૂરિયાતો મુજબ સુવિધા પહોંચાડે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
What's Your Reaction?






