Godhraના કેવડિયા ગામના ચેકડેમમાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોત

Oct 6, 2025 - 22:30
Godhraના કેવડિયા ગામના ચેકડેમમાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોધરા તાલુકાના કેવડિયા ગામે એક અત્યંત કરુણ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. જેમાં પાંચ વિદ્યાર્થીઓ ચેકડેમના પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં ધોરણ 8માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓને સ્થાનિકોની મદદથી બચાવી લેવાયા હતા. શાળા છૂટ્યા બાદ આ પાંચેય વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી પરત ફરતી વખતે ગામ નજીકના ચેકડેમ પરથી પસાર થઈ રહ્યા હતા.

ચેકડેમમાં ડૂબવાથી 2 વિદ્યાર્થીઓના મોત, 3ને બચાવ્યા

સંભવતઃ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા અથવા પગ લપસી જવાથી પાંચેય બાળકો ચેકડેમના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકોને ડૂબતા જોઈને આસપાસના સ્થાનિકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની સતર્કતા અને પ્રયાસોથી ત્રણ બાળકોને સહીસલામત બહાર કાઢી તેમનો જીવ બચાવી લેવાયો હતો.

સ્કૂલમાંથી પરત ફરતી વખતે ચેકડેમ પસાર કરતા હતા

જોકે ધોરણ 8માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને બચાવી શકાયા નહોતા અને તેમના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને જરૂરી કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર ઘટનાને પગલે કેવડિયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવથી સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0