Godhra: નવીનીકરણ બાદ ગોધરામાં સરદાર નગર હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા શહેરમાં આવેલ ઐતિહાસિક સરદારનગર ખંડ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. જૂની બિલ્ડિંગના વોલ, ફ્લોરિંગ, છત અને મૂળ સ્ટ્રક્ચર પર સમયની અસર દેખાઇ રહી હતી.
જેના કારણ ગોધરામાં હેરિટેજ ઇમારત ગણાતો ટાઉનહૉલનું અસ્તિત્વ જોખમમાં હતું. સ્થાનિક નાગરિકો અને વિવિધ પ્રતિનિધિઓની માંગણી બાદ સરકારે મંજૂરી આપી હતી જે બાદ આ હોલના પુનઃનિર્માણ અને નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, નવતર ઈન્ટીરિયર, મોડર્ન HALO લાઇટિંગ, ગ્રેનાઈટ ફ્લોરિંગ, સગવડભરી બેઠકો, સેન્ટ્રલાઈઝ્ડ A.C.,સાઉન્ડ સિસ્ટમ અને મલ્ટીમિડિયા આધારિત Digital Presentation System જેવા આધુનિક ઉપકરણો સાથે સરદારનગર ખંડ હવે ફરીથી શહેરની પ્રતિષ્ઠાને અનુરૂપ તૈયાર થઇ ગયો છે.
શહેરના કલ્ચરલ, સામાજિક, સરકારી તેમજ માહિતી પ્રચારાત્મક કાર્યક્રમો માટે આ સ્થાન હવે ફરીથી ઉપલબ્ધ થયું છે.નવીનીકરણ બાદ તાજેતરમાં ઉઘ્દાટન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત સહિતના વિભાગીય પદાધિકારીઓ, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ અને શહેરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે જ ભાજપાનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

