Godhra: 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશો એનાયત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ષ 2021માં કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયાથી નીમણૂક પામેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશોનું વિતરણ કરાયું હતું.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત કેમ્પ મોડમાં ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમાનુસાર પૂરા પગારમાં પ્રવેશ પામેલા તમામ 173 શિક્ષણ સહાયકોને આદેશો સુપ્રત કરવામાં આવ્યા હતા. આદેશો પ્રાપ્ત થતાં જ તમામ શિક્ષણ સહાયકોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની પારદર્શક અને ઝડપી કામગીરી બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરવભાઈ પટેલ, સંચાલક મંડળના પ્રમુખ પી.ડી. સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ તેમજ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક સંઘ સહિત વિવિધ કર્મચારી સંવર્ગના પ્રમુખ અને મંત્રીઓએ પણ હાજરી આપી નવીન શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

