Godhra : ગોધરાના S.T.ડેપોમાં ભીષણ આગથી અફરાતફરી

Nov 18, 2026 - 04:00
Godhra : ગોધરાના S.T.ડેપોમાં ભીષણ આગથી અફરાતફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા હંગામી એસ.ટી. બસ ડેપોમાં સોમવારની મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ડેપો પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટના સમયે ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરો હાજર હોવા છતાં સમયસૂચકતા વાપરી તમામ મુસાફરોને સુરક્ષિત રીતેબહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે એસ.ટી. ડેપોના કંટ્રોલ રૂમ સહિત છથી વધુ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ હતી. જેના કારણે ડેપો પરિસરમાં મોટું નુકસાન થયું હતું. દરમિયાન આગની લપેટમાં ગેસ સિલિન્ડરો પણ આવી જતાં મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા ઊભી થઈ હતી.ઘટનાની જાણ થતાં ગોધરા, શહેરા અને કાલોલ સહિતનાં સ્થળોએથી પાંચથી વધુ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત ઉઠાવી આગની વચ્ચે રહેલા ગેસ સિલિન્ડરોને જીવના જોખમે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગની આ કામગીરીને કારણે સંભવિત મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસનો કાફ્લો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમોએ બે કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા આગના કારણો અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એસ.ટી. ડેપોના કંટ્રોલ રૂમ અને છથી વધુ દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0