Godhra:પોલીસ મથકમાં તોડફોડની ઘટનામાં 17ની ધરપકડ

Sep 21, 2025 - 01:30
Godhra:પોલીસ મથકમાં તોડફોડની ઘટનામાં 17ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં લોક ટોળા દ્વારા હોબાળો મચાવી ઘેરાવો કરવાની ઘટનામાં પોલીસે 88 વ્યક્તિઓ સામે નામજોગ અને 200 વ્યક્તિઓના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધી 17 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, બનાવના આજે બીજા દિવસે શહેરમાં પરિસ્થિતિ એકદમ સામાન્ય અને રાબેતા મુજબ જોવા મળી હતી.

શુક્રવારે મોડી સાંજે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને નવરાત્રિ દરમિયાન સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કે રીલ નહિં બનાવવાની સમજ માટે બોલાવ્યો હતો. દરમિયાન તેણે પોલીસ મથકની બહાર જ તેને માર મારવામાં આવ્યો હોવા બાબતેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરાતાં, તેના સમાજનું લોકટોળું પોલીસ મથકે ધસી આવ્યું હતું. દરમિયાન ટોળાએ આવેશમાં આવી પ્લે કાર્ડ સાથે નારેબાજી કરી પોલીસ સ્ટેશનમાં ઘુસી જઈ હલ્લો મચાવી પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. આ પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટોળા પર લાઠી ચાર્જ કરવો પડયો હતો, જે બાદ માહોલ થાળે પડયો હતો. જોકે પોલીસ ચોકી ચારમાં ટોળાએ તોડફોડ કરવા ઉપરાંત નીલમ લોજ નજીક પણ પથ્થર મારો કરવાની હરકત કરી હતી. મોડી રાત્રે ઇન્ફ્લુએન્સર અને સમાજ અગ્રણીઓએ પણ તેમના સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ બનાવ બાદ પોલીસે ઘનિષ્ઠ ફૂટ પેટ્રોલીંગ અને કોમ્બિગ હાથ ધરાયું હતું. ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે 88 વ્યક્તિઓ સામે નામજોગ અને 200ના ટોળા સામે રાયોટિંગ અને સરકારી મિલકતને નુકસાન સહિતની જોગવાઇ મુજબ ગુનો નોંધાવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દૂધાતે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ નહીં કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

કાલોલમાં સોશિયલ મીડિયામાં અભદ્ર પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની અટકાયત

કાલોલ : શહેરના સોશિયલ મીડિયામાં અભિવ્યક્તિની આઝાદીની આડમાં ધાર્મિક લાગણીઓ દુભાય તેવી નવરાત્રી વિશે અભદ્ર પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સામે કાલોલ પોલીસે અટકાયતી પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી સોમવારથી નવરાત્રી મહોત્સવ શરૂ થનાર છે, તે પૂર્વે કાલોલ પંથકના સોશિયલ મીડિયામાં નવરાત્રી વિશે અભદ્ર ટિપ્પણી સાથેનો વિધર્મી યુવકનો એક વિડિયો વાયરલ થયો હતો. જેને લઈને હિન્દુ સંગઠનોએ કાલોલ પોલીસનું ધ્યાન દોરતાં પીઆઇ આર.ડી ભરવાડે ગઈકાલે રાત્રે વીડિયો પોસ્ટ કરનાર યુવકને ઝબ્બે કર્યો છે.

ગોધરા, શહેરા અને કાંકણપુરની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ

આ ઉપરાંત શનિવારે એસપી, ડી વાય એસ પી, 10 પી.આઈ, 15 પી.એસ.આઈ સહિત ગોધરા તાલુકા, શહેરા, કાંકણપુર સહિતના પોલીસ મથકના પોલીસ સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જોડાયો છે, સાથે 10 ટીમોની રચના કરી અન્ય આરોપીઓની ધરપકડની ગતિવિધિઓ તેજ બનાવાઈ છે.

પોલીસ ચોકી નં.4ના CCTV કેમેરા સહિતની તોડફોડ

ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકને ઘેરાવો કરવા ઉપરાંત પોલીસ ચોકી નં.4માં ટોળા દ્વારા તોડફોડ કરવા મુદ્દે પોલીસ ચોકી નં. 4 ખાતે પોલીસે FSLની મદદથી તપાસ શરૂ કરી છે. ગતરાત્રે બેકાબુ બનેલા ટોળાએ આવેશમાં આવી પોલીસ ચોકી નંબર ચાર ના ફર્નિચર, CCTV સહિતની તોડફોડ કરી હતી.ચોકી નં. 4વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ગયેલી વજ્ર ગાડીને પણ પથ્થર મારી નુકશાન પહોચાડયું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0