Girsomnathના જમજીર ધોધમાં યુવકે સેલ્ફી લેવા જતા ગુમાવ્યો જીવ,પરિવારમાં આક્રંદ

સેલ્ફી લેવાના સમયે અકસ્માતે યુવક ધોધમાં ખાબકયો ફાયરવિભાગની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો ત્રણ કલાકની જહેમત બાદ મળ્યો યુવકનો મૃતદેહ ગીર સોમનાથના જામવાળા અને ઘાટવડની હદમાં આવેલા સુપ્રસિદ્ધ જમદીર ધોધમાં જામનગરના ધ્રોલ ગામનો યુવાન સેલ્ફી લેતા ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે,સ્થાનિક તરવૈયા અને વેરાવળ ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ હતુ તો ત્રણ કલાકની મહેનત બાદ યુવાનનો મૃતદેહ ધોધમાંથી મળી આવ્યો હતો.કોડીનાર મામલદાર,પોલીસ, ગીરગઢડા મામલદાર, કોડીનાર સહિતનો કોડીનાર ફાયર. અને વેરાવળ ફાયર વિભાગ પહોચ્યું હતું. 13 મે 2024ના રોજ મહેસાણામાં સેલ્ફી લેતા બે યુવકના મોત મહેસાણામાં કેનાલ પર સેલ્ફી લેવા જતા બે યુવાનોના કેનાલમાં પડી જતા મોત નિપજ્યા હતા. સેલ્ફી લેવા જતા એક યુવકને બચાવવા જતા તેનો મિત્ર પણ ડૂબ્યો હતો. યુવકના મિત્રનું પણ પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યુ હતુ. જેથી એક સેલ્ફીમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદનો પરિવાર કડીમાં માતાજી મંદિર દર્શન કરવા ગયો હતો. તે લોકો પાછા ફરતા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. 4 મહિના પહેલા એક મહિલાનું સેલ્ફી લેતા મોત નર્મદા જિલ્લાના જીતનગર બાર ફળિયા કાળીયા ભુત મંદિર પાસે આવેલી કરજણ નદીના પાણીમાં વડોદરાની એક મહિલાનું સેલ્ફી લેતી વેળાએ પગ લપસતા તેઓ મોતને ભેટયા હતા.નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા હતા. તે દરમિયાન તેઓને તેમનું પરિવાર નજીકમાં જોવાલાયક સ્થળો પર રજાની મોજ કરતા હતા.ગીતાભારતી એક ધોધ પાસે સેલ્ફી લેવા ગયાં હતાં. ત્યાં તેમણે સંતુલન ગુમાવ્યું હતું, જેને પગલે ઊંડા પાણીમાં નીચે પટકાયાં હતાં. 3 જાન્યુઆરી 2024ના રોજ સેલ્ફી લેતા એક યુવકનું મોત રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા પત્નીની નજર સામે પતિ પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. ઘોડાસરની રામેશ્વર સોસાયટીમાં રહેતા પતિ પત્ની સોમવારે રાત્રે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યા હતા.અહીં તેઓ સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર સેલ્ફી લઇ રહ્યાં હતા આ સમયે પતિનો પગ લપસી જતાં તે સાબરમતીમાં ડૂબી જતાં મોત થયું હતું. આખરે આ સેલ્ફી તેમના માટે જીવલેણ નિવડી

Girsomnathના જમજીર ધોધમાં યુવકે સેલ્ફી લેવા જતા ગુમાવ્યો જીવ,પરિવારમાં આક્રંદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સેલ્ફી લેવાના સમયે અકસ્માતે યુવક ધોધમાં ખાબકયો
  • ફાયરવિભાગની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો
  • ત્રણ કલાકની જહેમત બાદ મળ્યો યુવકનો મૃતદેહ

ગીર સોમનાથના જામવાળા અને ઘાટવડની હદમાં આવેલા સુપ્રસિદ્ધ જમદીર ધોધમાં જામનગરના ધ્રોલ ગામનો યુવાન સેલ્ફી લેતા ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે,સ્થાનિક તરવૈયા અને વેરાવળ ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ હતુ તો ત્રણ કલાકની મહેનત બાદ યુવાનનો મૃતદેહ ધોધમાંથી મળી આવ્યો હતો.કોડીનાર મામલદાર,પોલીસ, ગીરગઢડા મામલદાર, કોડીનાર સહિતનો કોડીનાર ફાયર. અને વેરાવળ ફાયર વિભાગ પહોચ્યું હતું.

13 મે 2024ના રોજ મહેસાણામાં સેલ્ફી લેતા બે યુવકના મોત

મહેસાણામાં કેનાલ પર સેલ્ફી લેવા જતા બે યુવાનોના કેનાલમાં પડી જતા મોત નિપજ્યા હતા. સેલ્ફી લેવા જતા એક યુવકને બચાવવા જતા તેનો મિત્ર પણ ડૂબ્યો હતો. યુવકના મિત્રનું પણ પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યુ હતુ. જેથી એક સેલ્ફીમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદનો પરિવાર કડીમાં માતાજી મંદિર દર્શન કરવા ગયો હતો. તે લોકો પાછા ફરતા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.


4 મહિના પહેલા એક મહિલાનું સેલ્ફી લેતા મોત

નર્મદા જિલ્લાના જીતનગર બાર ફળિયા કાળીયા ભુત મંદિર પાસે આવેલી કરજણ નદીના પાણીમાં વડોદરાની એક મહિલાનું સેલ્ફી લેતી વેળાએ પગ લપસતા તેઓ મોતને ભેટયા હતા.નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા હતા. તે દરમિયાન તેઓને તેમનું પરિવાર નજીકમાં જોવાલાયક સ્થળો પર રજાની મોજ કરતા હતા.ગીતાભારતી એક ધોધ પાસે સેલ્ફી લેવા ગયાં હતાં. ત્યાં તેમણે સંતુલન ગુમાવ્યું હતું, જેને પગલે ઊંડા પાણીમાં નીચે પટકાયાં હતાં.


3 જાન્યુઆરી 2024ના રોજ સેલ્ફી લેતા એક યુવકનું મોત

રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા પત્નીની નજર સામે પતિ પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. ઘોડાસરની રામેશ્વર સોસાયટીમાં રહેતા પતિ પત્ની સોમવારે રાત્રે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યા હતા.અહીં તેઓ સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર સેલ્ફી લઇ રહ્યાં હતા આ સમયે પતિનો પગ લપસી જતાં તે સાબરમતીમાં ડૂબી જતાં મોત થયું હતું. આખરે આ સેલ્ફી તેમના માટે જીવલેણ નિવડી