ગીર ગઢડામાં દીપડાનો આંતક વધી રહ્યો છે. હિંસક વન્યપ્રાણીઓના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા વધ્યા છે.ગીરગઢડાના જસાધારમાં માનવભક્ષી દીપડાએ માસૂમ બાળકી પર હુમલો કર્યો. દીપડાના ઘાતકી હુમલાને પગલે 5 વર્ષની બાળકીનું મોત નિપજયું. બાળકી પર હુમલો કરતાં સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી.
માસૂમ બાળકી પર દીપડાનું હુમલો
ગીર ગઢડાના જસાધારામાં માસૂમ બાળકી દીપડાના હુમલાનો શિકાર બની. જસાધારમાં બાળકી ખેતરમાં રમતી હતી ત્યારે અચાનક કયાંકથી દીપડો આવી ગયો. બાળકીએ હિંસક પ્રાણીથી બચવા ભાગવાનો પ્રયાસ કર્યો. પરંતુ દીપડો વધુ ચાલાક નીકળ્યો અને બાળકી ભાગે તે પહેલા જ તેના પર હુમલો કર્યો. માસૂમ બાળકી દીપડાનો સામનો ના કરી શકે. દરમિયાન આ ત્યાં કોઈ સ્થાનિકની નજર જતાં બૂમો પાડી બધાને ભેગા કર્યા. લોકો આવી જતાં દીપડો બાળકીને છોડી જતો રહ્યો. સ્થાનિકોએ વન વિભાગને હિંસક પ્રાણીના હુમલાની જાણ કરી. સ્થાનિકોએ બાળકીને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. દીપડાના ઘાતકી હુમલાથી ઘાયલ થયેલ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું.
વન વિભાગ એકશનમાં દીપડો પાંજરામાં
જસાધારમાં દીપડાએ આંતક મચાવ્યાની વન વિભાગની જાણ કરવામાં આવી હતી. દીપડાએ ખેતરમાં રમતી બાળકી પર હુમલો કર્યાની ઘટના સામે આવ્યા બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. વન વિભાગે પોતાની ટીમ અલગ-અલગ વિસ્તારમાં મોકલીને ગણતરીના કલાકમાં માનવભક્ષી દીપડાને પક્ડી પાડ્યો. દીપડો હુમલો કર્યા ના ગણતરીના કલાકો માં જ પાંજરે પુરાઈ ગયો.વન વિભાગની ટીમ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ ગઈ.
દીપડાનો વધ્યો આતંક
અગાઉ પણ ગીર ગઢડામાં દીપડાએ માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો. જસાધારમા બાળકી બહાર રમતી હતી જ્યારે કોદિયા ગામમાં બાળકી ઘરની અંદર હતી છતાં પણ માનવભક્ષી પ્રાણીનો શિકાર થઈ. કોદિયા ગામમાં બાળકી ઘરમાં રસોડામાં હતી ત્યારે અચાનક દીપડો આવી ગયા. પરીવારના સભ્યો બધા બહાર હતા અને બાળકી ઘરમાં હતી. રસોડામાં નાસ્તો કરવા ગયેલ બાળકી પર દીપડાએ હુમલો કર્યો. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનામાં વધારો થયો છે.