Gir: જમજીર ધોધ પાસે રીલ બનાવનાર અભિનેત્રી જીલ જોષી સામે ગુનો નોંધાયો
કોડીનાર નજીક જમજીર ધોધ પાસે રીલ બનાવવા બદલ અભિનેત્રી ઝીલ જોશી સામે ગુનો નોંધાયો છે. ઝીલ જોશીએ જમજીર ધોધ પાસે ખુરશી પર બેસીને રીલ બનાવી હતી. જે રીલ વાયરલ થઈ હતી. ધોધ નજીક જવા અને ફોટા પડાવવા પર પ્રતિબંધ છે. મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો. ગીર જંગલનાં જામવાળા નજીક આવેલા જમજીરના ધોધ પર રીલ બનાવા કે સેલ્ફી લેવા પર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મૂક્યો છે અને તેની અમલવારી વહીવટી તંત્ર કરી રહ્યું છે. ત્યારે એક વધુ ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીનો જામવાળા ગીરમાં આવેલ જમજીરના ધોધ પર બનાવેલ રીલ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મુકતાં તે વાયરલ થતાની સાથે ભારે વિરોધ ઊભો થયો છે. અને આ અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવા વન-પર્યાવરણ સમીતિના પ્રમુખ હર્ષદભાઈ બાંભણીયા દ્વારા પગલા લેવાની માંગણી કરી છે.થોડા દિવસ પહેલા જમજીર ધોધ પાસે કપલે કેક કાપી હતી થોડા દિવસ પહેલા જમજીરના ધોધ નજીક રાજકોટ જિલ્લાનાં એક યુગલ દ્વારા કેક કાપી બર્થ-ડેની ઉજવણીનો વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્ર ચોંકી ઉઠયું હતું અને આ કપલ વિરૂદ્ધ એફ. આઈ. આર. નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશી સામે કાર્યવાહી કરવા માંગણી ઉઠતા પોલીસે અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઝીલ જોશીએ જમજીરના ધોધ પરની રીલનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને આ વીડિયો ખુબજ વાયરલ થયો હતો, જેનાં કારણે વિરોધ ઊઠવા પામેલ હતો. જમજીર ધોધ નજીક જવા કે ત્યાં કોઈ સેલ્ફી, રીલ બનાવવા ઊપર પ્રતિબંધ હોય જેનાં જાહેર ચેતવણી બોર્ડ અને સુચનાઓ લખી હોવાં છતાંય પ્રતિબંધીત આ સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાતી અભિનેત્રીએ જમજીર ધોધ નજીક બેસીને વીડિયો રીલ બનાવી પોતાનાં ઈન્સ્ટાગ્રામ ઊપર મુકતાં આ બાબતે પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ હર્ષદ બાંભણીયાએ આ વાયરલ વીડિયો સાથે તંત્ર સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કોડીનાર નજીક જમજીર ધોધ પાસે રીલ બનાવવા બદલ અભિનેત્રી ઝીલ જોશી સામે ગુનો નોંધાયો છે. ઝીલ જોશીએ જમજીર ધોધ પાસે ખુરશી પર બેસીને રીલ બનાવી હતી. જે રીલ વાયરલ થઈ હતી. ધોધ નજીક જવા અને ફોટા પડાવવા પર પ્રતિબંધ છે. મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો.
ગીર જંગલનાં જામવાળા નજીક આવેલા જમજીરના ધોધ પર રીલ બનાવા કે સેલ્ફી લેવા પર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મૂક્યો છે અને તેની અમલવારી વહીવટી તંત્ર કરી રહ્યું છે. ત્યારે એક વધુ ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીનો જામવાળા ગીરમાં આવેલ જમજીરના ધોધ પર બનાવેલ રીલ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મુકતાં તે વાયરલ થતાની સાથે ભારે વિરોધ ઊભો થયો છે. અને આ અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવા વન-પર્યાવરણ સમીતિના પ્રમુખ હર્ષદભાઈ બાંભણીયા દ્વારા પગલા લેવાની માંગણી કરી છે.
થોડા દિવસ પહેલા જમજીર ધોધ પાસે કપલે કેક કાપી હતી
થોડા દિવસ પહેલા જમજીરના ધોધ નજીક રાજકોટ જિલ્લાનાં એક યુગલ દ્વારા કેક કાપી બર્થ-ડેની ઉજવણીનો વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્ર ચોંકી ઉઠયું હતું અને આ કપલ વિરૂદ્ધ એફ. આઈ. આર. નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશી સામે કાર્યવાહી કરવા માંગણી ઉઠતા પોલીસે અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઝીલ જોશીએ જમજીરના ધોધ પરની રીલનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને આ વીડિયો ખુબજ વાયરલ થયો હતો, જેનાં કારણે વિરોધ ઊઠવા પામેલ હતો. જમજીર ધોધ નજીક જવા કે ત્યાં કોઈ સેલ્ફી, રીલ બનાવવા ઊપર પ્રતિબંધ હોય જેનાં જાહેર ચેતવણી બોર્ડ અને સુચનાઓ લખી હોવાં છતાંય પ્રતિબંધીત આ સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાતી અભિનેત્રીએ જમજીર ધોધ નજીક બેસીને વીડિયો રીલ બનાવી પોતાનાં ઈન્સ્ટાગ્રામ ઊપર મુકતાં આ બાબતે પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ હર્ષદ બાંભણીયાએ આ વાયરલ વીડિયો સાથે તંત્ર સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી હતી.