Gir Somnathમાં મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર વાપસી, ઉના અને ગીર ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ...

Sep 22, 2026 - 16:00
Gir Somnathમાં મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર વાપસી, ઉના અને ગીર ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વ્યાપેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ઉના શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કડાકા-ભડાકા અને ઝડપી પવન સાથે ધમાકેદાર વરસાદનું આગમન થયું છે. માત્ર એક દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થતાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમી તથા બફારામાંથી મોટી રાહત મળી છે.

ગીર ગઢડા, ધોકડવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર પાણી વહ્યા

આ વરસાદી આફત અને આશીર્વાદરૂપી ઝાપટાં માત્ર શહેર પૂરતા મર્યાદિત ન રહેતાં ગીર ગઢડા તાલુકાના ધોકડવા, સનોસરા, નવા ઉગલા, નાગડીયા અને મોટા સમઢીયાળા સહિતના વિશાળ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર સ્વરૂપે વરસ્યા હતા. મુસળધાર વરસાદના કારણે ગામડાઓના મુખ્ય રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતાં થઈ ગયા હતા. લાંબા સમય પછી પંથકમાં વરસેલા આ વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

કપાસ, ડુંગળી અને શાકભાજીના પાકને મળ્યું નવજીવન, ખેડૂતોમાં હરખ

વરસાદના આ ધમાકેદાર પુનઃઆગમનથી સૌથી વધુ રાહત પંથકના જગતના તાત એટલે કે ખેડૂતોને મળી છે. છેલ્લા કેટલાક સમયથી ગરમી અને વરસાદના વિરામના કારણે કપાસ, ડુંગળી તેમજ લીલા શાકભાજી જેવા ઊભા પાકો સુકાઈ રહ્યા હતા, પરંતુ આ વરસાદથી તમામ પાકોને સંજીવનીરૂપી નવજીવન મળ્યું છે. પાક બચી જવાની આશા જાગતાં જ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત આલમમાં ખુશી અને આનંદની લહેર જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Valsadમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0