Gir-Somnathમાં કાર-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 3 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉનાના સિમાસી ગામ પાસે આ જીવલેણ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે. કાર ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડમાં ઘુસાડી દીધી છે.
અન્ય એક ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
આ દરમિયાન કાર ચાલકે ડીવાઈડર કુદાવી દેતા સામેના રસ્તા પર આવતા ટ્રકમાં કાર ધડાકાભેર અથડાઈ છે. ટ્રકમાં ધડાકાભેર કાર અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હાલમાં કોડીનારની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ઝાલાવાડમાં અકસ્માતના 4 બનાવ, 1નું મોત, 4ને ઈજા
સુરેન્દ્રનગરના વઢવાણ રોડ, બહુચર હોટલ રોડ, ધ્રાંગધ્રાના કાપેલીધાર વિસ્તાર અને ખમીસાણા પાસે અકસ્માતના 4 બનાવ બન્યા છે. જેમાં એપીએમસી સામે ઈંધણ પુરાવવા જતા આઈવા ટ્રકની અડફેટે સાયકલ સવાર 80 વર્ષીય વૃધ્ધનું મોત થયુ છે. બીજી તરફ ધ્રાંગધ્રાની કાપેલી ધાર પાસે શટલ રિક્ષાને કારે ઠોકર મારતા 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જોરાવરનગરમાં રહેતા હર્ષદભાઈ ઉર્ફે કાનો હરગોવિંદભાઈ પંડીત રીક્ષા ચલાવે છે. તેમના દાદા 80 વર્ષીય શંકરભાઈ છગનભાઈ પંડીત વઢવાણના કાઠીયાવાડ હાર્ડવેરમાં પગીપણુ કરે છે. તેઓ વઢવાણ એપીએમસી પાસે આવેલ કેબીને ચા પીને સાયકલ લઈને જતા હતા, ત્યારે સામે આવેલ પેટ્રોલપંપમાં આઈવા ચાલક લખતરના ભાસ્કરપરાનો પ્રેમજીભાઈ આત્મારામભાઈ લોરીયા ઈંધણ પુરાવવા જતા શંકરભાઈને અડફેટે લીધા હતા.
ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં થયું મોત
જેમાં તેઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે આઈવા ચાલક સામે હર્ષદભાઈ પંડીતે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ ઝેડ.એલ. ઓડેદરા ચલાવી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના જંકશન રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટી-2માં રહેતા 75 વર્ષીય ભરતભાઈ નાનજીભાઈ પરમાર સાયકલ લઈને તેમના ઘરેથી ટાંકી ચોક તરફ જતા હતા. ત્યારે બહુચર રોડ પર ડો. ઈરફાન વોરાના દવાખાના પાસે એક ટ્રકે ઓવરટેક કરતા ભરતભાઈ સાથે અકસ્માત કર્યો હતો.
What's Your Reaction?






