Gir Somnathમાં કમોસમી વરસાદનો કહેર: ઉના, કોડીનાર અને ગીર ગઢડા પંથકમાં માવઠાથી ઉભા પાકો થયા જમીનદોસ્ત!

Oct 31, 2026 - 13:00
Gir Somnathમાં કમોસમી વરસાદનો કહેર: ઉના, કોડીનાર અને ગીર ગઢડા પંથકમાં માવઠાથી ઉભા પાકો થયા જમીનદોસ્ત!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર અને ગીર ગઢડા પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવવાથી કમોસમી વરસાદ અને માવઠાએ ભારે તારાજી સર્જી છે. ફાટસર અને ખિલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ફાટસર ગામેથી સામે આવેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ, માત્ર અડધો કલાકના મેઘતાંડવને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ભારે પવનના કારણે ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ હતી.

કપાસ, શેરડી અને મગફળીના પાકને વ્યાપક નુકસાન

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ફાટસર ગામે ખેડૂત રમેશભાઈ હાપાણી સહિતના અનેક ખેડૂતોના ખેતરોમાં કપાસનો ઊભો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે. કપાસ ઉપરાંત શેરડી અને મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ચાર-ચાર મહિનાની સખત મહેનત બાદ તૈયાર થયેલો પાક નષ્ટ થઈ જવાથી અન્નદાતાઓની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.

Desolation of Mawtha in Gir Somnath Panthak

ખેડૂતોની તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની માગ

કુદરતી આફત જેવા આ માવઠાના કારણે પંથકના ખેડૂતોમાં ચિંતા અને નિરાશાની લાગણી છવાઈ ગઈ છે. પ્રભાવિત ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ માગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પાક નુકસાનનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0