Gir Somnath : વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર ધોળે દિવસે ફાયરિંગ, માથામાં ગોળી વાગતાં હાલત ગંભીર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાંથી ધોળે દિવસે ફાયરિંગની એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલા હાર્દસમા વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે સીધી ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ચાલુ દિવસે અને ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
શાળા નજીક બપોરે હુમલો
મળતી વિગતો મુજબ, આ ઘટના બપોરે આશરે 1 વાગ્યાના સુમારે સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલી આઈ. ડી. ચૌહાણ સ્કૂલ પાસે બની હતી. જાવીદ તાજવાની જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટાર્ગેટ કરીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીનો અવાજ થતાં જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા જાવીદભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલે ટોળા ઉમટ્યા, પોલીસ કાફલો તૈનાત
ફાયરિંગના સમાચાર વાયુવેગે પ્રસરતા જ તુરક સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિક લોકોના ભારે ટોળેટોળા સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વેરાવળ પોલીસનો મોટો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે ગોઠવી દેવાયો છે. ઘટનાની જાણ થતાં જ LCB , SOG અને વેરાવળ 'ડી' સ્ટાફ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. આ હુમલો કયા કારણોસર અને કોણે કર્યો છે તે દિશામાં પોલીસે નાકાબંધી કરીને હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Ahmedabad : વેજલપુર કતલખાના કેસમાં મોટો વળાંક, જેલમાં પત્નીએ આપેલી દવા ગળ્યા બાદ ઝહીર ડબ્બાનું મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

