Gir Somnath: ગીર સોમનાથના ઊનામાં દીપડો પાંજરે પુરાયો, જુઓ Video
છેલ્લા એકાદ અઠવાડિયા થી ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં જાણે આદમખોર દીપડો લોહી નો તરસ્યો બન્યો હોય તેમ થોડા સમયથી દીપડાએ ધામા નાંખ્યા હતા. આખરે વન વિભાગે જીનિંગ મીલમાંથી દીપડો પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર લઇ જવાયો છે.વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાના સીમાસી ગામની સીમ નજીક ગોઠવવામાં આવેલા ટ્રેપમાં દીપડો પુરાયો છે. વન વિભાગના 200 અધિકારીઓએ કાફલો છેલ્લા એક સપ્તાહથી ગીર, ઉના, અમરેલી અને બગસરા આસપાસના વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને માનવભક્ષી દીપડાને પકડવામાં આવી રહ્યા છે. અગાઉ પણ અમરેલી નજીકના કાગદડી ગામની સીમમાં મુકેલા એક પાંજરામાં દીપડી પકડાઈ હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લા એકાદ અઠવાડિયા થી ગીર સોમનાથ જિલ્લાના ગીર બોર્ડર નજીકના ગામોમાં જાણે આદમખોર દીપડો લોહી નો તરસ્યો બન્યો હોય તેમ પહેલા ગીર ગઢડાના ફરેડા ગામે વૃદ્ધા ને ફાડી ખાધા તો ત્યારબાદ તાલાળા ના ગીર વિઠ્ઠલપૂર અને રાયડી ગામે લોકો પર હુમલો કર્યો, જોકે આ આદમખોર દીપડા ઓ પાંજરે પુરાઇ ત્યાં તો ગઈકાલે વધુ એકવાર ગીર ગઢડા ના કોદીયા ગામે બે લોકો પર લોહીના તરસ્યા ખૂંખાર દીપડા એ હુમલો કરતા એક 44 વર્ષીય વાઘાભાઇ વાઘેલા નામના ખેડૂત મોત ને ભેટ્યા હતા તો અન્ય એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા, ત્યારે છેલ્લા એકાદ અઠવાડિયા થી વધતા જતા દીપડાઓ ના હુમલાઓ ના કારણે ગીર ગઢડા ભારતીય કિસાન સંઘ રોષે ભરાયો છે અને ગીર ગઢડા મામલદાર ને આવેદન પત્ર પાઠવી દીપડાઓ ને ગીર જંગલ માં ખદેડવા માંગ કરી છે અને જો આવું ન થયા તો ખેડૂતો ને પોતાના રક્ષણ માટે હથિયારો આપવામાં આવે જેથી માનવ જીવ બચાવી શકાય તેવી માંગ કરવા આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા એકાદ અઠવાડિયા થી ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં જાણે આદમખોર દીપડો લોહી નો તરસ્યો બન્યો હોય તેમ થોડા સમયથી દીપડાએ ધામા નાંખ્યા હતા. આખરે વન વિભાગે જીનિંગ મીલમાંથી દીપડો પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર લઇ જવાયો છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાના સીમાસી ગામની સીમ નજીક ગોઠવવામાં આવેલા ટ્રેપમાં દીપડો પુરાયો છે. વન વિભાગના 200 અધિકારીઓએ કાફલો છેલ્લા એક સપ્તાહથી ગીર, ઉના, અમરેલી અને બગસરા આસપાસના વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને માનવભક્ષી દીપડાને પકડવામાં આવી રહ્યા છે. અગાઉ પણ અમરેલી નજીકના કાગદડી ગામની સીમમાં મુકેલા એક પાંજરામાં દીપડી પકડાઈ હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
છેલ્લા એકાદ અઠવાડિયા થી ગીર સોમનાથ જિલ્લાના ગીર બોર્ડર નજીકના ગામોમાં જાણે આદમખોર દીપડો લોહી નો તરસ્યો બન્યો હોય તેમ પહેલા ગીર ગઢડાના ફરેડા ગામે વૃદ્ધા ને ફાડી ખાધા તો ત્યારબાદ તાલાળા ના ગીર વિઠ્ઠલપૂર અને રાયડી ગામે લોકો પર હુમલો કર્યો, જોકે આ આદમખોર દીપડા ઓ પાંજરે પુરાઇ ત્યાં તો ગઈકાલે વધુ એકવાર ગીર ગઢડા ના કોદીયા ગામે બે લોકો પર લોહીના તરસ્યા ખૂંખાર દીપડા એ હુમલો કરતા એક 44 વર્ષીય વાઘાભાઇ વાઘેલા નામના ખેડૂત મોત ને ભેટ્યા હતા તો અન્ય એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા, ત્યારે છેલ્લા એકાદ અઠવાડિયા થી વધતા જતા દીપડાઓ ના હુમલાઓ ના કારણે ગીર ગઢડા ભારતીય કિસાન સંઘ રોષે ભરાયો છે અને ગીર ગઢડા મામલદાર ને આવેદન પત્ર પાઠવી દીપડાઓ ને ગીર જંગલ માં ખદેડવા માંગ કરી છે અને જો આવું ન થયા તો ખેડૂતો ને પોતાના રક્ષણ માટે હથિયારો આપવામાં આવે જેથી માનવ જીવ બચાવી શકાય તેવી માંગ કરવા આવી છે.