Gir Somnath News: સગીરા ધર્માતરણ કેસના 3 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર, SIT દ્વારા તપાસનો ધમધમાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લાના ચકચારી કોડીનાર બે સગીરાઓના ધર્માંતરણ અને લગ્નના પ્રયાસના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓને કોડીનાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી દિવસોમાં રિમાન્ડ દરમિયાન આ કાવતરા પાછળના મુખ્ય સૂત્રધારો અને અન્ય કડીઓ બહાર આવે તેવી શક્યતા છે.
ગૃહમંત્રી અને SP દ્વારા સીધી નજર, DYSP ચૌધરીની અધ્યક્ષતામાં SIT રચાઈ
આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી રાજ્યના ગૃહમંત્રી તેમજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જયદીપસિંહ જાડેજા દ્વારા સમગ્ર પ્રકરણની સીધી માહિતી મેળવવામાં આવી રહી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવા માટે ડીવાયએસપી (DYSP) ચૌધરીના વડપણ હેઠળ એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા આ રેકેટના નેટવર્કને તોડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

બુરખો પહેરાવી મજારો પર લઈ જઈ બ્રેઈનવોશ કર્યાનો ઘટસ્ફોટ
પોલીસ તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે કે, આરોપીઓ સગીરાઓને બુરખો પહેરાવીને વિવિધ મજારો તેમજ ઉનાવાના ધાર્મિક સ્થળો પર લઈ ગયા હતા. આ દરમિયાન સગીરાઓનું બ્રેઈનવોશ કરીને ધર્મપરિવર્તન કરવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને કલમા પઢાવવાની પેરવી કરાઈ હતી. SIT દ્વારા રિમાન્ડના આ દિવસોમાં આ તમામ બાબતોની કડીઓ જોડીને વધુ પુરાવા એકત્રિત કરવામાં આવશે.
આ પણ વાંચો: Gir Somnath News: 2 સગીરાઓના ધર્મપરિવર્તન અને લગ્નનો પ્રયાસ, 3 આરોપી ઝડપાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

