Gir Somnath ના કોડીનારમાં ચકચાર, તાલિકા પંચાયતના સેક્શન ઓફિસરે કર્યો આપઘાત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક યુવકે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે, જેના કારણે સમગ્ર પંથકમાં અને સરકારી કર્મચારી વર્તુળોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
મૃતક રાહુલ તાલિકા પંચાયતમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવકનું નામ રાહુલ છે અને તેઓ કોડીનાર તાલુકા પંચાયતમાં સેક્શન ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવતા હતા. યુવાન અને જવાબદાર હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા આ પગલું ભરવામાં આવતા સહકર્મીઓ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે.
ઘટનાસ્થળેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ (ચિઠ્ઠી) મળી આવી છે, જેમાં "કોમલ" નામ તેમજ "love" શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આપઘાત પાછળનું સાચું અને સચોટ કારણ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું છે.
આ પણ વાંચો : Vadodara News : શિનોર હનીટ્રેપ કેસમાં ઐતિહાસિક ચુકાદો, ગેરકાયદે કમાણીની મિલકત થશે જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

