Gir Somnath: કોડીનારમાં તાડીના નામે કેમિકલયુક્ત પીણાનો ધંધો, જનતાનું હલ્લાબોલ

દ્વારકા મઠ નજીક પાંચ ગામના યુવાનોએ કરી રેડ કેમિકલયુક્ત તાડીનું વેચાણ થતું હોવાનો આરોપ જનતાએ તાડીના પાઉચ રસ્તા પર ફેંક્યા ગીર સોમનાથના કોડીનારના મૂળ દ્વારકા મઠ નજીક પાંચ ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. કોડીનારના જંગલોમાં અન્ય રાજ્યોના લોકો તાડી વેચતા હતા જ્યાં જનતાએ રેડ કરતા તાડી વેચનારાઓ કેમિકલયુક્ત પાણીથી તાડી બનાવતા હતા. ગીર સોમનાથના કોડીનારમાં તાડીના નામે અન્ય રાજ્યના લોકો કેમિકલયુક્ત પીણાનો ધંધો કરતા હતા. દ્વારકામઠ નજીક પાંચ ગામના યુવાનોએ રેડ કરી હતી. કેમિકલ યુક્ત તાડીનું ધોમ વેચાણ થતું હોવાનો આરોપ છે. અનેક લોકો તાડી પીવાના કારણે ધીમે ધીમે મોતને ભેટી રહ્યા હોવાનો આરોપ લાગ્યા છે. જનતાએ તાડીના પાઉચ રોડ પર ફેંકી તાડીનો નાશ કર્યો હતો. પોલીસે કરવાની કામગીરી જાગૃત યુવાનો દ્વારા કરવામાં આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસે પાંચ લોકોની અટકાયત કરી બાઈક પર તાડી લઈ જતા યુવાનને જનતા દ્વારા પકડવામાં આવ્યો હતો અને બધી તાડીની પોટલીઓ રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. મૂળ દ્વારકા મઠ નજીકના પાંચ ગામમાં રહેતા યુવાનો આજની પેઢીને બચાવવા માટે મુહિમ શરૂ કરી છે. જેમાં ધીમે ધીમે અન્ય લોકો પણ જોડાય છે. અને લોકોની જાગૃતિથી અન્ય લોકોના જીવ બચી શકે તે માટેના પ્રયાસ માટે ગ્રામજનોએ સૌનો આભાર માન્યો હતો. આ યુવાનોની કામગીરીથી આખરે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Gir Somnath: કોડીનારમાં તાડીના નામે કેમિકલયુક્ત પીણાનો ધંધો, જનતાનું હલ્લાબોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકા મઠ નજીક પાંચ ગામના યુવાનોએ કરી રેડ
  • કેમિકલયુક્ત તાડીનું વેચાણ થતું હોવાનો આરોપ
  • જનતાએ તાડીના પાઉચ રસ્તા પર ફેંક્યા

ગીર સોમનાથના કોડીનારના મૂળ દ્વારકા મઠ નજીક પાંચ ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. કોડીનારના જંગલોમાં અન્ય રાજ્યોના લોકો તાડી વેચતા હતા જ્યાં જનતાએ રેડ કરતા તાડી વેચનારાઓ કેમિકલયુક્ત પાણીથી તાડી બનાવતા હતા.


ગીર સોમનાથના કોડીનારમાં તાડીના નામે અન્ય રાજ્યના લોકો કેમિકલયુક્ત પીણાનો ધંધો કરતા હતા. દ્વારકામઠ નજીક પાંચ ગામના યુવાનોએ રેડ કરી હતી. કેમિકલ યુક્ત તાડીનું ધોમ વેચાણ થતું હોવાનો આરોપ છે. અનેક લોકો તાડી પીવાના કારણે ધીમે ધીમે મોતને ભેટી રહ્યા હોવાનો આરોપ લાગ્યા છે. જનતાએ તાડીના પાઉચ રોડ પર ફેંકી તાડીનો નાશ કર્યો હતો. પોલીસે કરવાની કામગીરી જાગૃત યુવાનો દ્વારા કરવામાં આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.

પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

બાઈક પર તાડી લઈ જતા યુવાનને જનતા દ્વારા પકડવામાં આવ્યો હતો અને બધી તાડીની પોટલીઓ રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. મૂળ દ્વારકા મઠ નજીકના પાંચ ગામમાં રહેતા યુવાનો આજની પેઢીને બચાવવા માટે મુહિમ શરૂ કરી છે. જેમાં ધીમે ધીમે અન્ય લોકો પણ જોડાય છે. અને લોકોની જાગૃતિથી અન્ય લોકોના જીવ બચી શકે તે માટેના પ્રયાસ માટે ગ્રામજનોએ સૌનો આભાર માન્યો હતો. આ યુવાનોની કામગીરીથી આખરે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.