Gir Somnathમા સિંહ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા, અફરાતફરીનો માહોલ સર્જાયો
ગીર સોમનાથમાં સિંહ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા છે. જેમાં ગીર ગઢડામાં એક સિંહ ટોળાથી વિખૂટો પડ્યા છે. તેમાં પટેલપરા વિસ્તારમાં મકાનમાં સિંહ ઘુસતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે વન વિભાગે સિંહનું રેસ્ક્યુ કર્યું હતુ. ગીર ગઢડા શહેરમા સિંહ પરિવાર ઘુસ્યો હતો જેમાં એક નાની વયનો સિંહ વિખૂટો પડી એક ઘરમાં આવી ગયો હતો. સિંહના રેસ્ક્યુ દરમ્યાન અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા પટેલપરા વિસ્તારના એક મકાનમાં ઘૂસતા વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું. જોકે સિંહના રેસ્ક્યુ દરમ્યાન અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં સિંહ રેસ્ક્યુ દરમ્યાન નાસી છૂટ્યો સવારે 3 કલાકના દ્રશ્યો સામે આવ્યા છે. તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહ પરિવાર પશુઓના તબેલામાં ઘુસી ગયો હોવાનું દેખાઈ રહ્યો હતો. શિકારની શોધમાં સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી આવ્યો હતો. વીડિયોમાં એક સિંહ, સિંહણ અને એક બાળસિંહ દેખાઈ રહ્યા છે. વાયરલ વીડિયો તલાલાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહનો વસવાટ ગુજરાતમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ ગામડા સુધી પહોંચી ગયા છે. ત્યારે સિંહના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. સાવરકુંડલ તાલુકાના થોરડી ગામની ગૌશાળાના ગેઇટ ઉપર બે સિંહ અને બે શ્વાન વચ્ચે લડાઇ થઇ ગઇ હતી. ગેઇટની બહાર સિંહ અને અંદરની બાજુ શ્વાન હતાં. બન્ને વચ્ચે લડાઇ થઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં સિંહ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા છે. જેમાં ગીર ગઢડામાં એક સિંહ ટોળાથી વિખૂટો પડ્યા છે. તેમાં પટેલપરા વિસ્તારમાં મકાનમાં સિંહ ઘુસતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે વન વિભાગે સિંહનું રેસ્ક્યુ કર્યું હતુ. ગીર ગઢડા શહેરમા સિંહ પરિવાર ઘુસ્યો હતો જેમાં એક નાની વયનો સિંહ વિખૂટો પડી એક ઘરમાં આવી ગયો હતો.
સિંહના રેસ્ક્યુ દરમ્યાન અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા
પટેલપરા વિસ્તારના એક મકાનમાં ઘૂસતા વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું. જોકે સિંહના રેસ્ક્યુ દરમ્યાન અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં સિંહ રેસ્ક્યુ દરમ્યાન નાસી છૂટ્યો સવારે 3 કલાકના દ્રશ્યો સામે આવ્યા છે. તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહ પરિવાર પશુઓના તબેલામાં ઘુસી ગયો હોવાનું દેખાઈ રહ્યો હતો. શિકારની શોધમાં સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી આવ્યો હતો. વીડિયોમાં એક સિંહ, સિંહણ અને એક બાળસિંહ દેખાઈ રહ્યા છે. વાયરલ વીડિયો તલાલાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહનો વસવાટ
ગુજરાતમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ ગામડા સુધી પહોંચી ગયા છે. ત્યારે સિંહના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. સાવરકુંડલ તાલુકાના થોરડી ગામની ગૌશાળાના ગેઇટ ઉપર બે સિંહ અને બે શ્વાન વચ્ચે લડાઇ થઇ ગઇ હતી. ગેઇટની બહાર સિંહ અને અંદરની બાજુ શ્વાન હતાં. બન્ને વચ્ચે લડાઇ થઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહ્યાં છે.