Gir Somnathમાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીથી યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂ.6.38 લાખ પડાવનાર તાલાલાના શખ્સની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આર્થિક ફસામણ કરતા સાયબર ઠગ સામે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે. તાલાલાના ઘૂસિયા ગામના રોનક સોલંકી નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર 'priyanshi_ptl_006' નામથી ફેક આઈડી બનાવ્યું હતું. આ આઈડીથી તે યુવતી હોવાનું જણાવીને એક યુવક સાથે પ્રેમસંબંધ કેળવ્યો હતો અને વિશ્વાસમાં લીધા બાદ પોતાની બીમારી, હોસ્પિટલમાં સારવાર, અકસ્માત અને ઓપરેશન જેવા વિવિધ બહાના બનાવીને અલગ-અલગ મોબાઇલ નંબરો પરથી કુલ રૂ.6,38,000ની તોતિંગ રકમ પડાવી લીધી હતી.
પોલીસે તાલાલાના રોનક સોલંકીને દબોચ્યો
યુવક સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, સોશિયલ મીડિયા ડેટા અને શંકાસ્પદ બેંક ખાતાઓની વિગતોનું ઊંડાણપૂર્વક પૃથ્થકરણ કરીને ગુનાના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી એવા તાલાલાના ઘૂસિયા ગામના રોનક સોલંકીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી છેતરપિંડીની રકમમાંથી બચેલા રૂ. 2,10,000ની રોકડ રકમ પણ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી છે.

આરોપી વિરુદ્ધ કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરાઈ
આ પ્રકારના સોશિયલ મીડિયા ફ્રોડ અને સાયબર અપરાધોથી નાગરિકોને સાવધ રહેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા સતત અપીલ કરવામાં આવે છે. ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પકડાયેલા આરોપી રોનક સોલંકી વિરુદ્ધ આઈટી એક્ટ અને કલમો હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રેકેટમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

