Gir Somnathના તાલાલા-સાસણ રોડ પર ટ્રિપલ અકસ્માત: ઓવરટેક કરવા જતાં બે રિક્ષા અને કાર વચ્ચે ટક્કર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પાસે ગત રાત્રે એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાલાલાથી આશરે 5 કિલોમીટર દૂર સાસણ રોડ પર બે રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જૂનાગઢ ખાતે ઉર્ષમાં જઈ રહેલા મુસાફરો ભરેલી ફિરોઝભાઈની રિક્ષાએ આગળ ચાલતી શકુર બ્લોચની રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવેલી કારે ફિરોઝભાઈની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ આ રિક્ષા પાછળથી આવતી બીજી રિક્ષા સાથે અથડાઈ હતી, જેના કારણે બીજી રિક્ષા રસ્તા પર પલટી મારી ગઈ હતી.
સાસણ રોડ પર ઓવરટેક દરમિયાન સર્જાયો અકસ્માત
આ ગંભીર અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત એકસાથે 14 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે તાલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા 8 દર્દીઓને વધુ સઘન સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. જૂનાગઢ રિફર કરાયેલા 8 દર્દીઓમાં 4 મહિલાઓ, 3 બાળકો અને 1 પુરુષનો સમાવેશ થાય છે.
સ્થળ પર પોલીસ કાફલો દોડી આવ્યો
અકસ્માતના સમાચાર મળતાં જ તાલાલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી આવ્યો હતો. આ ઉપરાંત બનાવની જાણ થતાં તાલાલા હોસ્પિટલ ખાતે સીદી સમાજના લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા. પોલીસે અકસ્માતનો ભોગ બનેલી રિક્ષાઓ અને કારને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

