Gir Forestમાં ભારે વરસાદ બાદ આહલાદક દ્રશ્યો સર્જાયા

ગીર જંગલમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર ટપકેશ્વર મહાદેવ મંદિરના નયમ રમ્ય દ્રશ્યો મંદિર પાસેથી ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો ગીર જંગલમાં ભારે વરસાદ બાદ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ગીર જંગલમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર થયુ હતુ. જેમાં ટપકેશ્વર મહાદેવ મંદિરના નયમ રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. મંદિર પાસેથી ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથમાં સર્જાયા છે. સોળે કળાએ ખીલેલી વનરાઈ, ખળ ખળ વહેતા ઝરણા અને ગુફાઓમાંથી આવતું પાણી આ નજારો સર્જાયો છે.ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ થયો હતો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ થયો હતો. આજે પણ સવારથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. બપોરનાં 2 વાગ્યા સુધીમાં ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ થયો છે અને કોડીનારમાં બે ઇંચ વરસાદ વરસી ગયો છે. ગીર સોમનાથ જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં આજે સવારનાં છ વાગ્યાથી બપોરનાં 2 વાગ્યા સુધીમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. આજે ગીરગઢડા તાલુકમાં ભારે વરસાદ થયો હતો. ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ થયો હતો. હાલ નદીમાં પાણીનો ડરામણો પ્રવાહ જોવા મળી રહ્યો છે ગીર-સોમનાથના ઉનાની મછુન્દ્રી નદીમાં પૂર આવ્યું છે. જેના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં એટલો વરસાદ પડી રહ્યો છે કે આ સિઝનમાં જ મછુન્દ્રી નદીમાં બીજી વખત પૂર આવ્યું છે. વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની રહી છે. આથી લોકોને નદીકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. મછુન્દ્રી નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે અહીં આ નદી ગાંડીતૂર બનતા વહિવટીતંત્રએ લોકોને ચેતવ્યા છે અને ત્યાંથી દૂર રહેવાની સૂચના આપી છે. હાલ નદીમાં પાણીનો ડરામણો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જોકે આ સાથે ગીર સોમનાથમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  વેરાવળ શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા પાછલા 24 કલાક દરમિયાન પડેલા અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ અને પ્રભાસ પાટણમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. 2 દિવસ મળીને વેરાવળ અને પ્રભાસ પાટણમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને કારણે વેરાવળ શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

Gir Forestમાં ભારે વરસાદ બાદ આહલાદક દ્રશ્યો સર્જાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીર જંગલમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર
  • ટપકેશ્વર મહાદેવ મંદિરના નયમ રમ્ય દ્રશ્યો
  • મંદિર પાસેથી ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો

ગીર જંગલમાં ભારે વરસાદ બાદ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ગીર જંગલમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર થયુ હતુ. જેમાં ટપકેશ્વર મહાદેવ મંદિરના નયમ રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. મંદિર પાસેથી ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથમાં સર્જાયા છે. સોળે કળાએ ખીલેલી વનરાઈ, ખળ ખળ વહેતા ઝરણા અને ગુફાઓમાંથી આવતું પાણી આ નજારો સર્જાયો છે.

ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ થયો હતો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ થયો હતો. આજે પણ સવારથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. બપોરનાં 2 વાગ્યા સુધીમાં ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ થયો છે અને કોડીનારમાં બે ઇંચ વરસાદ વરસી ગયો છે. ગીર સોમનાથ જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં આજે સવારનાં છ વાગ્યાથી બપોરનાં 2 વાગ્યા સુધીમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. આજે ગીરગઢડા તાલુકમાં ભારે વરસાદ થયો હતો. ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ થયો હતો.

હાલ નદીમાં પાણીનો ડરામણો પ્રવાહ જોવા મળી રહ્યો છે

ગીર-સોમનાથના ઉનાની મછુન્દ્રી નદીમાં પૂર આવ્યું છે. જેના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં એટલો વરસાદ પડી રહ્યો છે કે આ સિઝનમાં જ મછુન્દ્રી નદીમાં બીજી વખત પૂર આવ્યું છે. વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની રહી છે. આથી લોકોને નદીકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. મછુન્દ્રી નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે અહીં આ નદી ગાંડીતૂર બનતા વહિવટીતંત્રએ લોકોને ચેતવ્યા છે અને ત્યાંથી દૂર રહેવાની સૂચના આપી છે. હાલ નદીમાં પાણીનો ડરામણો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જોકે આ સાથે ગીર સોમનાથમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 વેરાવળ શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા

પાછલા 24 કલાક દરમિયાન પડેલા અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ અને પ્રભાસ પાટણમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. 2 દિવસ મળીને વેરાવળ અને પ્રભાસ પાટણમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને કારણે વેરાવળ શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.