Girમાં સોમનાથ-કોડીનાર કોર્મશિયલ રેલ પ્રોજેકટને લઈ ખેડૂતોનો વિરોધ

ગીરમાં સોમનાથ-કોડીનાર કોમર્શિયલ રેલ પ્રોજેકટનો વિરોધ ઉઠ્યો. રેલ પ્રોજેક્ટનો વિરોધ કરવા મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થયા. સોમનાથ-કોડીનાર રેલ પ્રોજેકટ તેની આસપાસના વિસ્તારના ખેડૂતોને નુકસાનનો ભય લાગતા વિરોધ કરી રહ્યા છે. 4 ઔદ્યોગિક એકમો માટે ખાસ કોમર્શિયલ રેલ પ્રોજેક્ટ બનાવવમાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો.જમીન વિહોણા થવાની ખેડૂતોને ભીતિબ્રોડગેજ રેલ પ્રોજેકટમાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના અનેક ગામોની જમીનનો ભાગ આવરી લેવામાં આવ્યો છે. જમીનની સમસ્યાને લઈને વડોદરા ઝાલામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા. આ રેલ પ્રોજેક્ટના અસરગ્રસ્ત વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના ખેડૂતો એકતા મંચના નેજા હેઠળ ભેગા થઈ આંદોલન શરૂ કર્યું. 19 ગામોના 1500 જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીન આ પ્રોજેકટમાં આવરી લેવાતા તેઓ જમીન વિહોણા બનશે. ખેડૂતો જે જમીનમાં પાક ઉતારી તેમનું ગુજરાન ચલાવે છે. તેમની જમીન આ પ્રોજેકટમાં આવરી લેવાતા જીવન નિર્વાહ માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. કોર્મશિયલ રેલ પ્રોજેક્ટને પગલે 4,000 જેટલા ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવશે તો ધરતીના તાત જમીન વિહોણા બને તેવી ભીતિ છે. રેલ પ્રોજેક્ટ વિવાદમાંસોમનાથ-કોડીનાર રેલ પ્રોજેક્ટ છેલ્લા ત્રણ ચાર વર્ષથી વિવાદમાં છે. પ્રોજેક્ટને લઈને રેલવે બોર્ડ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું. જેના બાદ ખેડૂતો રોષે ભરાતા વાંધા અરજીઓ દાખલ કરી હતી. છતાં પણ રેલવે કોડીનાર કોમર્શિયલ પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. ખેડૂતોએ વાંધો ઉઠાવતાં ગ્રામ્ય વિસ્તારોમાં ફીઝીકલ સર્વેની કામગીરી કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. અનેક વખત આ પ્રોજેક્ટને લઈને તેમને પડતી મુશ્કેલીઓ અંગે તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતોને રોષ છે કે ફક્ત ઔદ્યોગિક એકમોને ફાયદો કરાવવા બ્રોડગેજ રેલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટથી અનેક ખેડૂતોની ફળદ્રુપ જમીનને નુકસાન થઈ રહ્યું છે.ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં હવે ઔદ્યોગિક એકમોને નફો કરવા જમીન હડપવામાં આવી રહી છે. ફળદ્રુપ જમીન હોવા છતાં સર્વેમાં ખોટી માહિતી આપી જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે.

Girમાં સોમનાથ-કોડીનાર કોર્મશિયલ રેલ પ્રોજેકટને લઈ ખેડૂતોનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીરમાં સોમનાથ-કોડીનાર કોમર્શિયલ રેલ પ્રોજેકટનો વિરોધ ઉઠ્યો. રેલ પ્રોજેક્ટનો વિરોધ કરવા મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થયા. સોમનાથ-કોડીનાર રેલ પ્રોજેકટ તેની આસપાસના વિસ્તારના ખેડૂતોને નુકસાનનો ભય લાગતા વિરોધ કરી રહ્યા છે. 4 ઔદ્યોગિક એકમો માટે ખાસ કોમર્શિયલ રેલ પ્રોજેક્ટ બનાવવમાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો.

જમીન વિહોણા થવાની ખેડૂતોને ભીતિ

બ્રોડગેજ રેલ પ્રોજેકટમાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના અનેક ગામોની જમીનનો ભાગ આવરી લેવામાં આવ્યો છે. જમીનની સમસ્યાને લઈને વડોદરા ઝાલામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા. આ રેલ પ્રોજેક્ટના અસરગ્રસ્ત વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના ખેડૂતો એકતા મંચના નેજા હેઠળ ભેગા થઈ આંદોલન શરૂ કર્યું. 19 ગામોના 1500 જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીન આ પ્રોજેકટમાં આવરી લેવાતા તેઓ જમીન વિહોણા બનશે. ખેડૂતો જે જમીનમાં પાક ઉતારી તેમનું ગુજરાન ચલાવે છે. તેમની જમીન આ પ્રોજેકટમાં આવરી લેવાતા જીવન નિર્વાહ માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. કોર્મશિયલ રેલ પ્રોજેક્ટને પગલે 4,000 જેટલા ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવશે તો ધરતીના તાત જમીન વિહોણા બને તેવી ભીતિ છે.

રેલ પ્રોજેક્ટ વિવાદમાં

સોમનાથ-કોડીનાર રેલ પ્રોજેક્ટ છેલ્લા ત્રણ ચાર વર્ષથી વિવાદમાં છે. પ્રોજેક્ટને લઈને રેલવે બોર્ડ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું. જેના બાદ ખેડૂતો રોષે ભરાતા વાંધા અરજીઓ દાખલ કરી હતી. છતાં પણ રેલવે કોડીનાર કોમર્શિયલ પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. ખેડૂતોએ વાંધો ઉઠાવતાં ગ્રામ્ય વિસ્તારોમાં ફીઝીકલ સર્વેની કામગીરી કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. અનેક વખત આ પ્રોજેક્ટને લઈને તેમને પડતી મુશ્કેલીઓ અંગે તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતોને રોષ છે કે ફક્ત ઔદ્યોગિક એકમોને ફાયદો કરાવવા બ્રોડગેજ રેલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટથી અનેક ખેડૂતોની ફળદ્રુપ જમીનને નુકસાન થઈ રહ્યું છે.ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં હવે ઔદ્યોગિક એકમોને નફો કરવા જમીન હડપવામાં આવી રહી છે. ફળદ્રુપ જમીન હોવા છતાં સર્વેમાં ખોટી માહિતી આપી જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે.