Gendhinagar: ઈન્સ્પેક્શન અને એફિલિએશન ફી સરકાર ભરશે તેવો સરકારનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઊંચા દરની એફિલેસન ફી અને ઇન્સ્પેક્શન ફી ભરવાના વિરોધ સામે સરકારે નિર્ણય બદલ્યો છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ ઇન્સ્પેકશન ફી હવે રાજ્ય સરકાર ભરશે. રાજ્યની મૃત:પ્રાય પડેલી ૨૮ લો કોલેજને આ નિર્ણયથી મળ્યું છે સજીવન. તદઉપરાંત બાર કાઉન્સિલમાં ભરવાની થતી એફિલેસન ફી, ડિફોલ્ટ ફી પણ સરકાર ભરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના અગાઉના નિર્ણયને પગલે રાહત દરે શિક્ષણ આપતી ગ્રાન્ટ ઇન એડ લો કોલેજો બંધ થવાને આરે હતી.
સરકારે લીધો મહત્વનો નિર્ણય
જયારે આ નિર્ણયથી લો કોલેજને નવજીવન મળ્યું છે. છેલ્લા બે વર્ષથી લો કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ પણ મેળવી શક્યા ન હતા. ત્યારે હવે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળે તેવી પૂરે પૂરી શક્યતા છે. તેને લઈ હવે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. રાજ્યની 28 ગ્રાન્ટ-ઇન-એઇડ લો કોલેજોને બંધ થતી બચાવવા માટે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો હતો. અગાઉ એફિલિએશન અને ઇન્સ્પેક્શન ફીના ઊંચા દર સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
નિર્ણયથી વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત
ત્યાર બાદ સરકારે આ ફી પોતે ભરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી કોલેજો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે તેવા અણસાર દેખાઇ રહ્યા છે. અગાઉ બાર કાઉન્સિલમાં ભરવાની થતી એફિલિએશન અને ઇન્સ્પેક્શન ફીના ઊંચા દરને કારણે ઘણી ગ્રાન્ટ-ઇન-એઇડ લો કોલેજો આર્થિક સંકટમાં મુકાઈ હતી અને બંધ થવાના આરે હતી. તદઉપરાંત, ઊંચી ફીને કારણે ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા નહોતા અને હવે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ વ્યાપક વિરોધને પગલે સરકારે પોતાનો લીધેલો અગાઉનો નિર્ણય છેવટે બદલ્યો હતો.
What's Your Reaction?






