Gandhinagar: સેક્ટર-7માંથી 3.89 લાખનું ચરસ અને મુદ્દામાલ જપ્ત, રહેણાંક મકાનમાંથી ચાલતું હતું નેટવર્ક

Mar 21, 2026 - 11:30
Gandhinagar: સેક્ટર-7માંથી 3.89 લાખનું ચરસ અને મુદ્દામાલ જપ્ત, રહેણાંક મકાનમાંથી ચાલતું હતું નેટવર્ક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક ગુના નિવારણ શાખા (LCB) એ એક મોટી કાર્યવાહી કરીને ચરસના વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સેક્ટર-4/એ નજીકથી લાખોની કિંમતના ચરસના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જે યુવા વર્ગને નશાની પડીકીઓ વેચવાનું કામ કરતો હતો.

1.5 કિલોથી વધુ ચરસ જપ્ત

ચોક્કસ બાતમીના આધારે LCB ની ટીમે સેક્ટર-4 વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી લૈવેશ ચૌધરી (મૂળ બનાસકાંઠા) ના રહેણાંકમાંથી અંદાજે 1.5 કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ જપ્ત કરાયેલા ચરસની બજાર કિંમત આશરે રૂ. 3,89,350 જેટલી થાય છે. પોલીસ દ્વારા ચરસ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. 3,94,350 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પડીકીઓ બનાવીને યુવાનોને ટાર્ગેટ કરતો હતો

તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી લૈવેશ ચૌધરી ચરસના મોટા જથ્થામાંથી નાની-નાની પડીકીઓ તૈયાર કરતો હતો. તે ખાસ કરીને ગાંધીનગરના યુવા વર્ગ અને વિદ્યાર્થીઓને આ નશાની પડીકીઓ વેચીને તેમને બરબાદ કરી રહ્યો હતો. આરોપી વિરુદ્ધ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.થરાદનો મુખ્ય સપ્લાયર 'ભુરો' ફરાર

આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે લૈવેશની સઘન પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું છે કે આ ચરસનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર થરાદનો 'ભુરો' નામનો શખ્સ છે. પોલીસે ભુરાને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભુરાની ધરપકડ બાદ આ નેટવર્ક કેટલું મોટું છે અને ક્યાં-ક્યાં ફેલાયેલું છે તેની વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad: ગોમતીપુરના યુવકની ધરપકડ, સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0