Gandhinagar: વડોદરામાં આંગણવાડીનું નવું મકાન ક્યારે મળશે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના વડોદરામાં આવેલી આંગણવાડીના મકાન જર્જરતી બની ગઇ હોવાથી તેમાં નાના ભુલકાઓને બેસાડવા ફાંફા મારવાનો વારો આવ્યો છે. એક વર્ષથી આ સમસ્યા છે. જર્જરીત મકાનને નવુ બનાવવા માટે અગાઉ માંગ કરવામાં આવી છે પરંતુ આંગણવાડીના કામમાં તાલુકાના તંત્રને રસ ના હોવાની સ્થિતી જોવા મળી છે.
ગામમાં આવેલી આંગણવાડી નંબર- 4 ના મકાનની સ્થિતી જર્જરીત બની ગઇ છે અને એકાદ વર્ષથી આંગણવાડી નવી બનાવવા મામલે મહિલા અને બાળવિકાસ વિભાગમાં માંગણી કરવામા આવેલી છે. હાલમાં જર્જરીત મકાન હોવાથી બાળકોને એકાદ વર્ષથી આમતેમ સ્થળે બેસાડવાની દયનિય સ્થિતી જોવા મળી રહી છે. ગત ચોમાસામાં આંગણવાડી પાણી ભરાવાની સ્થિતી તેમજ જર્જરીત અવસ્થાથી આંગણવાડી કાર્યકરોને હેરાનગતિ ભોગવવી પડી હતી તેમજ હાલમાં પણ હાલાકી વેઠવી પડે છે. બાળકોની દયનિય સ્થિતી મામલે તંત્ર દ્વારા તેમજ મહિલા અને બાલ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડીના નવા મકાનને અગ્રીમતાથી બનાવામા આવે એવી માંગ જાગૃત નાગરીકો દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

