Gandhinagar: મહેસાણા હાઈવે પર કલોલ નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં યુવક ફંગોળાયો, ગંભીર ઇજા

Mar 4, 2026 - 23:00
Gandhinagar: મહેસાણા હાઈવે પર કલોલ નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં યુવક ફંગોળાયો, ગંભીર ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના કલોલ પાસે કાર અને બાઈકનો અકસ્માત થતાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. ફૂલ સ્પીડમાં આવી રહેલા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલત ફંગોળાઇ ગયો હતો

કાર અને બાઇક સામ સામે અથડાયા

મહેસાણા હાઈવે પર કલોલ નજીકની આ અકસ્માત સર્જાયો હતો જેમાં ફૂલ સ્પીડે આવી રહેલી કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. કાર અને બાઇક સામ સામે અથડાયા હતા.

બાઇક ચાલક યુવક હવામાં ફંગોળાયો

કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક યુવક હવામાં ફંગોળાયો હતો અને ત્યારબાદ નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને સારવાર માટે ખસેડાયો

ઘટનાના પગલે લોકો સ્થળ પર ભેગા થઇ ગયા હતા અને તત્કાળ એમ્બ્યુલન્સ બોલાવીને ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો. પોલીસે પણ સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો----    Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0