Gandhinagar: ચાંદીપુરા વાયરસથી 14 મહિનાની બાળકીનું મોત,આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરવેની કામગીરી

ગાંધીનગરમાં 14 મહિનાની બાળકીનું મોત થયુઆરોગ્ય વિભાગની ટીમે સરવેની કામગીરી કરી મૃતકના ઘરની આસપાસ દવાનો છંટકાવ કર્યો રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેમાં 14 મહિનાની બાળકીનું મોત થયું છે. હાલમાં સેમ્પલ લઈને વધુ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે પણ તાત્કાલિક સરવેની કામગીરી પણ શરૂ કરી દીધી છે અને મૃતકના ઘરની આસપાસ દવાનો છંટકાવ કર્યો છે. તમને જણાવી દઈએ કે આજે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસથી 1બાળકનું મોત થયુ છે. મહેસાણાના 1 વર્ષના બાળકનું અસારવા સિવિલ હોસ્પિટલમાં વાયરસના કારણે મોત થયું છે. હાલમાં 6 બાળકોના શંકાસ્પદ સેમ્પલ પુના લેબમાં મોકલાયા છે, હજી પણ 5 બાળકો અસારવા સિવિલમાં સારવાર હેઠળ છે. 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ચાંદીપુરા વાયરસના કેસ અરવલ્લી અને સાંબરકાંઠા જિલ્લાના બાળકોમાં વધારે જોવા મળ્યા છે. જેને લઈ તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. આજે સવારે જ ગાંધીનગર જિલ્લાના દહેગામના અમરાજી મુવાડા ગામના 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે અને તેનો ટેસ્ટ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે. ચાંદીપુરાના કેસ શંકાસ્પદ ગણીએ છીએ: ઋષિકેશ પટેલ ત્યારે આ સમગ્ર મામલે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે,ચાંદીપુરાના કેસ શંકાસ્પદ ગણીએ છીએ, ચાંદીપુરા જેવો મળતો રોગ છે એવું પીડિયાટ્રીશિયન કહે છે તો મધ્ય ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે,માટી અને લીંપણ વાળા ઘરોમાં આવા કીટક વધુ જોવા મળે છે. દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ કર્યું છે, 4500 જેટલા ઘરોમાં કામગીરી કરાઈ રહી છે. 44000 લોકોને આ તપાસમાં આવરી લીધા છે. અમદાવાદમાં પણ બે કેસ મળી આવ્યા આ સિવાય પણ અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના બે કેસ મળી આવ્યા છે. ચાંદલોડિયાના એક બાળક અને આંબાવાડીના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સિવિલમાં 6 બાળકોને અલગ જિલ્લાઓમાંથી વધુ સારવાર માટે લવાયા છે. સુરેન્દ્રનગર પાટડીથી 1, દહેગામ થી 1, અરવલ્લી ધનસુરાથી 1 બાળકને સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે મહેસાણાના ખેરાલુથી લાવવામાં આવેલા 1 બાળકનું મોત થયુ છે.

Gandhinagar: ચાંદીપુરા વાયરસથી 14 મહિનાની બાળકીનું મોત,આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરવેની કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરમાં 14 મહિનાની બાળકીનું મોત થયુ
  • આરોગ્ય વિભાગની ટીમે સરવેની કામગીરી કરી
  • મૃતકના ઘરની આસપાસ દવાનો છંટકાવ કર્યો

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેમાં 14 મહિનાની બાળકીનું મોત થયું છે. હાલમાં સેમ્પલ લઈને વધુ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે પણ તાત્કાલિક સરવેની કામગીરી પણ શરૂ કરી દીધી છે અને મૃતકના ઘરની આસપાસ દવાનો છંટકાવ કર્યો છે.

તમને જણાવી દઈએ કે આજે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસથી 1બાળકનું મોત થયુ છે. મહેસાણાના 1 વર્ષના બાળકનું અસારવા સિવિલ હોસ્પિટલમાં વાયરસના કારણે મોત થયું છે. હાલમાં 6 બાળકોના શંકાસ્પદ સેમ્પલ પુના લેબમાં મોકલાયા છે, હજી પણ 5 બાળકો અસારવા સિવિલમાં સારવાર હેઠળ છે.

7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો

ચાંદીપુરા વાયરસના કેસ અરવલ્લી અને સાંબરકાંઠા જિલ્લાના બાળકોમાં વધારે જોવા મળ્યા છે. જેને લઈ તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. આજે સવારે જ ગાંધીનગર જિલ્લાના દહેગામના અમરાજી મુવાડા ગામના 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે અને તેનો ટેસ્ટ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.

ચાંદીપુરાના કેસ શંકાસ્પદ ગણીએ છીએ: ઋષિકેશ પટેલ

ત્યારે આ સમગ્ર મામલે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે,ચાંદીપુરાના કેસ શંકાસ્પદ ગણીએ છીએ, ચાંદીપુરા જેવો મળતો રોગ છે એવું પીડિયાટ્રીશિયન કહે છે તો મધ્ય ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે,માટી અને લીંપણ વાળા ઘરોમાં આવા કીટક વધુ જોવા મળે છે. દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ કર્યું છે, 4500 જેટલા ઘરોમાં કામગીરી કરાઈ રહી છે. 44000 લોકોને આ તપાસમાં આવરી લીધા છે.

અમદાવાદમાં પણ બે કેસ મળી આવ્યા

આ સિવાય પણ અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના બે કેસ મળી આવ્યા છે. ચાંદલોડિયાના એક બાળક અને આંબાવાડીના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સિવિલમાં 6 બાળકોને અલગ જિલ્લાઓમાંથી વધુ સારવાર માટે લવાયા છે. સુરેન્દ્રનગર પાટડીથી 1, દહેગામ થી 1, અરવલ્લી ધનસુરાથી 1 બાળકને સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે મહેસાણાના ખેરાલુથી લાવવામાં આવેલા 1 બાળકનું મોત થયુ છે.