Gandhinagar: કંડકટર કક્ષાના 2320 અને પાણી પુરવઠા વિભાગના 144 ઉમેદવારોને નિયુક્તિ પત્રો અપાયા

Jul 11, 2025 - 18:30
Gandhinagar: કંડકટર કક્ષાના 2320 અને પાણી પુરવઠા વિભાગના 144 ઉમેદવારોને નિયુક્તિ પત્રો અપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારી વિભાગોના નવ નિયુક્ત કર્મચારીઓને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં ST નિગમના કંડક્ટર અને પાણી વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા હાજર રહ્યા હતાં.

એસટીમાં હવે ઓનલાઇન ટિકીટની સુવિધા શરૂ કરાઈ

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પસંદગી પામેલા ઉમેદવારોને અભિનંદન. આજનો કાર્યક્રમ રાજ્યના વિકાસને ગતિ આપશે. વિકસિત ભારતમાં યુવાનોની ભૂમિકા મહત્વની છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં એસટી વિભાગ સક્રિય રહ્યો હતો. એસટીમાં હવે ઓનલાઇન ટિકીટની સુવિધા શરૂ કરાઈ છે.

કંડકટર કક્ષાના 2320 ઉમેદવારને નિયુક્તિ પત્ર અપાયા

તેમણે ઉમેર્યું હતું કે, PM મોદીએ મહીલા કંડક્ટરની ભરતીની શરૂઆત કરી છે. એસ ટી વિભાગમાં 763 મહિલા કંડક્ટરો અને 23 દિવ્યાંગ કંડક્ટરો કામ કરે છે.10 વર્ષના કેલેન્ડરથી ભરતી પ્રક્રિયા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં કંડકટર કક્ષાના 2320 ઉમેદવારને નિયુક્તિ પત્ર અપાયા હતાં. જ્યારે પાણી પુરવઠા વિભાગના 144ને નિયુક્તિ પત્ર અપાયા હતાં.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0