Gandhinagar : ઔદ્યોગિક એકમોને વીજ માફી માટે સરકારની લ્હાણી, 2 વર્ષમાં સુરત - રાજકોટમાં કરોડોના વીજ બિલ માફ

Mar 10, 2026 - 18:00
Gandhinagar : ઔદ્યોગિક એકમોને વીજ માફી માટે સરકારની લ્હાણી, 2 વર્ષમાં સુરત - રાજકોટમાં કરોડોના વીજ બિલ માફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વીજ બિલ માફીની મોટી લ્હાણી આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ખાસ કરીને સુરત અને રાજકોટ શહેરોમાં કરોડો રૂપિયાના વીજ બિલ માફ કરવામાં આવ્યા હોવાનું આંકડાઓ પરથી સામે આવ્યું છે.

રાજકોટમાં વર્ષ 2024 દરમિયાન 1604 ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં રાહત

માહિતી મુજબ રાજકોટમાં વર્ષ 2024 દરમિયાન 1604 ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં રાહત આપવામાં આવી હતી. આ દરમિયાન કુલ રૂ. 106.61 કરોડ જેટલી રકમના વીજ બિલ માફ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2025માં પણ 1571 ઔદ્યોગિક એકમોને લાભ આપતા રૂ. 108.73 કરોડના વીજ બિલ માફ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરત શહેરમાં પણ ઔદ્યોગિક એકમોને મોટી રાહત આપવામાં આવી

તે જ રીતે સુરત શહેરમાં પણ ઔદ્યોગિક એકમોને મોટી રાહત આપવામાં આવી છે. વર્ષ 2024માં 7531 ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં રાહત આપવામાં આવી હતી, જેમાં કુલ રૂ. 416.15 કરોડ જેટલા વીજ બિલ માફ કરવામાં આવ્યા હતા. 478.36 કરોડ જેટલી રકમના વીજ બિલ માફ કરવામાં આવ્યા

જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધુ વધ્યો છે. આ વર્ષે 10724 ઔદ્યોગિક એકમોને વીજ બિલ માફી આપવામાં આવી છે અને કુલ રૂ. 478.36 કરોડ જેટલી રકમના વીજ બિલ માફ કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન મળવાની શક્યતા

સરકાર દ્વારા આપવામાં આવેલી આ રાહતને કારણે ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને આ નિર્ણયથી મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો---      Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપના અનેક નેતાઓના પત્તા કપાઈ શકે, વાંચી લો આ કારણો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0